- ચાની ભૂકીને તમે ફૂલછોળના ઝાડમાં નાખી શકો છો
- ચાની ભૂખીને સુકવીને કઠોળના શાકમાં પણ નાખી શકાય છે
દરેક ઘરમાં સવાર પડતાની સાથે જ ચા તો પીવાય જ પીવાય છે, ભારત દેશમાં તો ચાલું ચલણ મોટા પ્રમાણમાં જોવા મળે છે,ચા વગર તો જાણે દરેકની સાવર અઘુરી લાગે છે, પરંતુ શું તમે જાણો છો જ્યારે ચા બની ગયા બાદ જે ચાની ભૂકી બચે છે તેના ઘણા ઉપયોગ કરી શકાય છે, સામાન્ય રીતે ચા બની ગયા બાદ ચા નો જે કૂચો હોય છે તેને આપણે એંઠળામાં ફેંકી દેતા હોઈએ છીએ ત્યાર હવે એક વાચ આ ચોક્કસ વાંચી લેજો, હવેથી ચાની બચેલી ભૂકીનો તમે કેટકેટલી રીતે ઉપયોગ કરી શકશો.
આખા દિવસ દરમિયાન ઘરમાં વધીને ઓછામાં ઓછી 2 વખત ચા બને છે,કેટલાક ઘરોમાં તો અવાર-નવાર ચા બનાવવામાં આવે છે ત્યારે હવે આ ભૂકીને ફેંકવા કરતા તેનો યૂઝ કરશો તો તમને ઘણા ફાયદાઓ થશે, જાણો તેના ઉપયોગ અને ફાયદાઓ
ચા ની બચતી ભૂકીને તમે તમારા ઘરમાં ઉગાડેલા છોડ, ઝાડમાં નાખી શકો છો, તે એક ખાતરનું કામ કરે છે જેથી વનસ્તપિને પુરુતા પોશત તત્વો તેમાંથી મળી રહે છે.
ચા ની ભૂકીને એક પ્લેટમાં લઈને પંખા નીચે જ સુકવી તેને સ્ટોર કરી લેવી, ત્યાર બાદ કોઈ કઠોળના શાક બનાવનતી વખતે એડધી ચમચી નાખવાથી શાકનો સ્વાદ વધે છે.
ચાની ભૂકીમાં રહેલું કેફિન પ્રદાર્થ આંખનીચેના કાળ સર્કલ પણ દૂર કરે છે,જેથી આ ભૂકીને 2 3 પાણી વડે ઘોઈને આંખો પર લગાવવી જોઈએ
ચાની ભૂકીમાં એન્ટિ એજિંગ ,એન્ટિ ઓક્સિડેન્ટ,એન્ટિ ઈન્ફેલેમેંટરી જેવા તત્નો સમાયેલા હોય છે,ચાની ભૂકી તેના રહેલા તત્વોને કારણે સૌદર્ય. માટે પણ ઉપયોગી સાબિત થાય છે.
ચાની ભૂકીને ગરમ પાણીમાં નાખીને તે પાણી પગ પલાળી રાખી સાફ કરવાથી પગ ચોખ્ખા થાય છે, આ સાથે જ પગની ખરાબ દુર્ગંધ પણ દૂર થાય છે.
જ્યારે કઈ વાગ્યું હોય કે સ્કિન છોલાઈ ગઈ હોય ત્યારે આ ચાની ભૂકીને બરાબર ઘોઈને તે જગ્યા લગાવવાથી ઘામાં જલ્દી રુઝ આવે છે અથવા તો ચા વાળા પાણીથી આ ઘા વાળો ભાગ ઘોઈ લેવો જોઈએ તો પણ ફાયદો થાય છે.