સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે ગુજરાતીઓની થાળીમાં ભઓજન સાથે ચટાકાની વસ્તુઓ વધારે હોય છે જેમ કે પાપજ, અથાણા, રાયતા,સલાડ ચટણીો વગે, ચટણીની વાત આવે એટલે સામાન્ય રીતે તો ફૂદીના-ઘણાની ચટણી લીલી મરચાની ચટણી જ યાદ આવે ,જો કે આજે તાજા લાલા મરટા અને ગોળની તીખી મીઠી ચટણી બનાવતા શીખીશું, જેને તમે એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો.
સામગ્રી
- 500 ગ્રામ – તાજા લાલ મચચા (પહોળા અને મોટા આવે તેવા જે રાયતા વપરાય છે)
- 200 ગ્રામ – નરમ ગોળ
- 4 ચમચી – જીરુટસ્વાદ પ્રમાણે – મીઠું
- 2 ચમચી – લીબુંનો રસ
- 100 ગ્રામ – કાશ્મીરી લાલ ચરચું
- 100 ગ્રામ – શીંગતેલ
સૌ પ્રથમ મરચાના દીટા તોડીને તેમાંથી બી કાઢીલો અને મરચાને નાના સમારીલો
હવે મિકસરની જારમાં મચરા લો તેમાં જીરું, તેલ અને લીબુંનો રસ એડ કરો અને ત્યાર બાદ તેમાં ગોળ નાખીને મિક્સરમાં ક્રશ કરી લો.
ત્યાર બાદ આ ચટણીમાં તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીદો અને લાલ ચરચું એડ કરીને બરાબર મિક્સ કરીલો, હવે તેમાં તેલ એડ કરીને તેને બરાબર મિક્સ કરીને આ ચટણી એર ટાઈટ બોટલમાં ભરીને ફ્રીજમાં રાખી શકો છો.
હવે જ્યારે પણ તમે ભજીયા કે પકોડા બનાવો ત્યારે આ સોસ સાથે તેને ખાઈ શકો છો, અથવા ખાલી જમવા સાથે ચટણીની જેમ પણ તેને ખાઈ શકો છો, આ સોસનો સ્વાદ થોડો તીખો, મીઠો આવશે.