કિચન ટીપ્સઃ મીઠા લીમડાના પાન અને નારિયેળની બનાવો સ્વાદીષ્ટ ચટણી
મીઠા લીમડાના પાનનો કઢી સહિતની વાનગીઓમાં ઉપયોગ કરવાથી વાનગી વધારે ટેસ્ટી બને છે, પરંતુ આજે આપણે આરોગ્ય માટે ફાયદાકારક મીઠા લીમડાના પાન અને નારિયેળની ટેસ્ટી ચટણી બનાવતા શીખીશું.
- સામગ્રી
2 ચમચી તેલ
6 કળી લસણ
આદુનો ટુકડો
2 લીલા મરચા
100 ગ્રામ મીઠા લીમડાના પાના
1 કપ છીણેલુ નારિયેળ
2 ચમલી સિંગદાણા
અડધી મચલી રાઈ
અડધી ચમલી અડદની દાળ
2 લાલ મરચા પલાળેલા
1 કપ દહી
- ચટણી બનાવવાની રીત
ગેસ ઉપર સૌ પ્રથમ પેન મુકીને તેલ ગરમ કરો, તેલ ગરમ થયાં બાદ અંદર લસણની કળીઓ અને લલા મરચાંને સાંતળી લો, જે બાદ તેમાં એક કપ મીઠા લીમડાના પાન ઉમેરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લો. તેમાં છીણેલું નારિયેળને ઉમેરી દો. હવે તમામને ગેસ ઉપરથી ઉતારી લઈને ઠંડુ પાડી મિક્ષરમાં નાખીને મિક્ષ કરી દો. હવે તેમાં મગફળી, દહી અને જરુર અનુસાર મીઠું ઉમેરીને તેને પેસ્ટ બનાવ્યાં બાદ બાઉલમાં કાઢી લો. બીજી બાજુ પેન ઉપર તેલ ગરમ કરીને રાઈ, મીઠા લીમડાના પાન, અડદની દાળ અને લાલ મરચાનો વઘાર કરીને તેને બાઉલમાં કાઢેલી ચટણી ઉપર નાખી દો. આમ મીઠો લીમડો અને નારિયેળની સ્વાદીષ્ટ ચટણી તૈયાર થઈ જશે. જેને ઈડલી-ઢોસા અને પરોઠા સાથે સર્વ કરો.