સાહિન મુલતાનીઃ-
ગૃહિણી રસોઈઘરમાં હોય ત્યારે તેને ઘણી બધી જવાબદારીઓ હોય, શાક બનાવાનું હોય અનેક વ્યંજનો બનાવવાના હોય ઘર સંભળવાનું હોય બાળકો સંભાળવાના હોય ઘરવા વડીલોનું પણ સાથે સાથે ધ્યાન રાખવાનું હોય ત્યારે આ નાની નાની ટિપ્સને ધ્યાનમાં લેવાથી તમારું કામ સરળ થઈ જશે, તો ચાલો જણીએ ક્યારે શું કરવાથી કામ જલ્દી પતશે અને કામ કરવામાં કંટાળો પણ નહી આવે.
લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમા ચપટીક ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.
સલાડને ટેસ્ટી બનાવવા માટે તેમાં લાલ મરચાનો પાવડર અને ચપટી તેલ નાખવાથી સલાટ ટેસ્ટી બનશે
કઠોળમાં એક ચપટી સોડા નાખવાથી કઠોળ જલ્દી બફાઈ જાય છે
જ્યારે મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચા નાખવાથી પણ દહીં જમાવી શકાય છે.
ફલાવરનું શાક બનાવતી વખતે તેમાં બે ચમચી દૂધ નાખવાની ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે.
ચણા પલાળતા ભુલી ગયા હોય તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટુકડા મુકી દો તો ચણા જલદી બફાશે.
લીલા ઘાણાને ફ્રીજમાં લોંગ ટાઈમ માટે રાખવા હોય તો કોટનના કપડામાં લપેટીને રાખવાથી તે લીલા અને તાજા જ રહેશે
શાકભાજીને પ્લાસ્ટિકની એક ટાઈટ બેગમાં રાખીને ફ્રીજમાં રાખવાથી શાકભાજી ફ્રેશ રેહેશે
બિસ્કીટ પર દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કીટ કડક, તાજા અને કરકરા થશે.
વેફરને છુટી કરવા કેળા-બટાકાની કાતરી પર મીઠાના પાણીનો છંટકાવ કરીને પછી તળવી.
દાળ ઢોકળી બનાવતી વખતે ઢોકળીને કાચી-પાકી શેકીને દાળમાં નાખવાથી તે ચોટશે નહીં.
ઈડલીનું ખીરુ વધારે પડતું પાતળુ થઈ ગયું હોય તો તેમાં શેકેલો રવો નાખવાથી જાડુ બનશે અને ઈડલી પણ મુલાયમ બને છે.
સાબુદાણાને બનાવતા પહેલા તેને દૂધમાં પલાળીને મુકવાથી સાબુદાણા એકદમ ફૂલેલા બનશે.