1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- ગરમીમાં રાહત અને એનર્જી આપે છે આ ઠંડુ -ઠંડુ ફ્રૂટ સલાડ, આ રીતે હવે ઘરે જ બનાવો
કિચન ટિપ્સઃ- ગરમીમાં રાહત અને એનર્જી આપે છે  આ  ઠંડુ -ઠંડુ ફ્રૂટ સલાડ, આ રીતે હવે ઘરે જ બનાવો

કિચન ટિપ્સઃ- ગરમીમાં રાહત અને એનર્જી આપે છે આ ઠંડુ -ઠંડુ ફ્રૂટ સલાડ, આ રીતે હવે ઘરે જ બનાવો

0
Social Share
સાહીન મુલતાની.
  • સામગ્રી
  • ૧ લીટર – દૂધ
  • ૪ ચમચી – કસ્ટર પાવડર
  • ૧ કપ – ખાંડ
  • ૧ નંગ – સફરજન
  • ૨ નંગ – કેળા
  • ૪ નંગ – ચીકુ
  • ૪ ચમચી – દાડમના દાણા
  • 4 ચમચી – કાજુ કતરેલા
  • 4 ચમચી – બદામ કતરેલી
  • ૪ ચમચી – ક્રિશ્મીસ
  • ૧ કપ – મલાઈ
સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ લો , આ તપેલીમાં લીધેલા દુધમાં કસ્ટર પાવડર અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરીલો . હવે આ તપેલીને ગેસ પર રાખીને ધીમી ફ્લેમ પર કસ્ટર વાળા દૂધને ઉકળતા રહો , ઉકળતી વખતે ખાસ ધ્યાન રાખવું કે કસ્ટરના ગાંઠા ન પડે,આમ જ રીતે દસ મિનિટ સુધી કસ્ટર અને દૂધ ઉકાળવાથી ઘાટ્ટુ રબડી જેવું તૈયાર થશે , હવે આ કસ્ટર મિલ્કને ફ્રીઝમાં ઠંડુ કરવા રાખી દો,બરાબર ઠંડુ થયા બાદ તેમાં બ્લેન્ડર ફેરવીને બરાબર મિક્સ કરીલો , હવે સફરજન,કેળાં અને ચીકુની છાલ કાઢીને તેને જીણું જીણું સમારી લો,ફ્રૂટ્સ એટલું જીણું સમારવું કે કસ્ટર મિલ્કમાં બરાબર ભળી જાય , હવે સમારેલું બધું ફ્રૂટ્સ કસ્ટર મિલ્કમાં નાખીને ચમચા વડે મિક્સ કરીલો . હવે આ ફ્રૂટ સલાડમાં કાજુ , બદામ અને દાડમના દાણા ઉમેરીદો, ત્યાર બાદ ફરી આ ફ્રુટસલાડને ફ્રીજમાં ઠંડુ કરીલો , હવે જયારે ફ્રૂડસલાડ પીવાના હોવ ત્યારે એક ગ્લાસમાં ફ્રુટસલાડ કાઢી તેના ઉપર મલાઈ એડ કરો , તૈયાર છે તમારું હોમ મેડ ફ્રૂટ સલાડ , ફ્રૂટથી ભરપૂર જે ગરમીમાં આપશે રાહત .

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code