કિચન ટિપ્સઃ તમે પિઝ્ઝા તો ઘણા ખાધા હશે પણ કુલ્લડ પિઝ્ઝા ખાધા છે જો નહી તો આ રીતે ઘરે બનાવો
સાહીન મુલતાની-
આમ તો પિઝા સૌ કોઈના પ્રિય હોય છે પિઝાનો સ્વાદ દરેક લોકોને ગમે છે,હવે તો પિઝામાં સેંકડો વેરાયટિઓ જોવા મળે છે ત્યારે આજે આપણે પણ કુલ્હડ પિઝા બનાવવાની રીત જોઈશું ખૂબ જ જલ્દી બની પણ જાય છે અને સ્વાદમાં ટેસ્ટિ પણ હોય છે અને તેને હાથને બદલે સ્પૂનથી ખાવામાં આવે તો તો ચાલો જોઈએ એ ચમચીથી ખાવામાં આવતા કુલ્હડ પિઝાની રેસિપી
સામગ્રી
- જેટલા પિઝા બનાવા હોય તેટલા કુલ્હડજ
- બ્રેડના નાના કરેલા ટૂડકાઓ
- મોઝરેલા ચિઝ જરુર મુજબ
- મકાઈના દાણા બાફેલા જરુર પ્રમાણે
- ચીલી ફ્લેક્શ જરુર પ્રમાણે
- ઓરેગાનો જરુર પ્રમાણે
- પિત્ઝા સોસ જરુર પ્રમાણે
- ટોમેટા સોસ જરુર પ્રમાણે
- જીણા સમારેલા કેપ્સીકમ મરચા જરુર પ્રમાણે
- ડુંરગી જીણી સમારેલી જરુર પ્રમાણે
- ઓલિવ્સ કટ કરેલા જરુર પ્રમાણે
- ટામેટા સમારેલા જરુર પ્રમાણે
સૌ પ્રથમ બ્રેડ ના જીણા જીણા ટૂકડાઓને એક વાસણમાં લો હવે તેની અંદર બાફેલા મકાઈના દાણા, કેપ્સીકમ મરચા, ડુંગરી, ટામેટા, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો. પિત્ઝા સોસ, ટામેટા સોસ, અને છીણેલું ચીઝ તમારી જરુર અને સ્વાદ પ્રમાણે એડ કરીને તેને બરાબર ચમચા વડે મિક્સ કરીલો,થોડુ સાદુ ચિઝ પણ તમે ઈચ્છો તો એડ કરી શકો છો.
હવે માટીના જે ચા પીવાના કુલ્લડ આવે તેને ગેસ પર તપાવી લો 10 મિનિટ સુધી ગરમ કરીલો તમે તેમાં બટર લગાવો ત્યાર બાદ પિત્ઝાનું જે સ્ટફઉઇંગ બનાવ્યું છે તેના થી કુલ્લડને ભરીલો હવે ઉપરથી સાદુ ચિઝ છીણીલો.હવે આ કુલ્હડ પર ઓલિવ્સ ગોઠવી લો
હવે આ કુલ્હડને તમે ઓવનમાં મૂકીને બેક કરી શકો છો, અને જો ઓવન ન હોય તો એક કઢાઈમાં મીઠું ગરમ કરીને તેમાં 6 એ 6 કુલ્હડ રાખીને ઘીમા તાપે 8 થી 10 મિનિટ સુઘી થવાદો,આ પિઝા સ્વાદિષ્ટ બનવાની સાથે ચમચી વડે ખાય શકાય છે.