- વધેલી રોટલીને ફેંકશો નહી
- રોટલીમાંથી બનશે બાસ્કેટ ચાટ
ઘણી વખત આપણ રસોઈ ઘરમાં રોટલી બચી જાય છે ત્યારે આપણે તેને ચેવડો કે ખાખરા બનાવતા હોઈએ છીએ જો કે હવે આ રોટલીમાંથી આપણે બાસ્કેટ ચાટ કઈ રીતે બને તે રીત જોઈશું, ઘરની બેઝિક સામગ્રીમાંથી આ ચાટ બની જાય છે.
સામગ્રી
- રોટલી
- જરુર પ્રમાણે – બાફેલા બટાકા સમારેલા
- જરુર પ્રમાણે – ચાટ મસાલો
- જરુર પ્રમાણે – સેવ
- જરુર પ્રમાણે – ગોળ આમલીની ચટણી
- જરુર પ્રમાણે – દંહી
- જરુર પ્રમાણે – ગ્રીન ચટણી (લીલા ઘણા,મરચા ફૂદીનાની)
- જરુર પ્રમાણે -બાફેલા ચણા
- જરુર પ્રમાણે -લીલા ઘણા
- જરુર પ્રમાણે – ડુંગળી ટામેટાનું જીણુ સમારેલું સલાડ
- રોટલી બાસ્કેટને તળવા માટે તેલ
- સૌ પ્રથમ બધી રોટલીને વાટકીના શેપમાં વાળીને જ્યા જ્યા ખુણા પડે ત્યા ટાકણી કે પછી કોઈ બીજી સ્ટિક વડે જોડી લો, આ રીતે એક વાટકી શેપમાં રોટલી આવી જશે
- હવે એક કઢાઈમાં તેલ ગરમ થવાદો, તેલ થાય એટલે આ રોટલીની વાટકીઓને ભરતેલમાં બ્રાઉન થાય ત્યા સુધી તળીલો.
- હવે રોટલીની વાટકીમાં છી ટાકણી કે સ્ટિક ને યાદ કરીને કાઢઈલો તૈયાર છે રોટલીમાંથી બનેલું આ બાસ્કેટ
- હવે પહેલા બદી વાટકી એક મોટી ડિશમાં રાખો, તેમાં બાફેલા બટાકા, બાફેલા ચણા જરુર હોય તે પ્રમાણે રાખો
- હવે આ ચણા બટાકાના સ્ટફઇંગ પર મીઠી ચટણી, ગ્રીન ચટણી બરાબર નાખીદો
- હવે તેના પર ચાટ મસાલો છાંટો
- ત્યાર બાદ તેના પર દહીં, સેવ અને સલાડ નાખીને ઉપરથી લીલા ઘણા ભભરાવી દો
- તૈયાર છે વધેલી રોટલીનો વાટકી ચાટ
- બાળકોને પણ ભાવશે અને તમારી રોટલીનો ઉપયોગ પણ થઈ જશે
નોંધ – ખાલી ધ્યાન એ વાતનું રાખવું કે જ્યારે રોટલીને બાસ્કેટ શેપમાં કોઈક ટાકણી કે લાકડી વડે જોડો છો તો તેને લળી લીધા બાદ કાઢવાનું યાદ કરવું