Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- આ રીતે બનાવો હવે હેલ્ઘી દાલ સુપ, ટેસ્ટી અને સાથે જ બનાવામાં ઈઝી

Social Share

સાહિન મુલતાનીઃ

હવે વરસાદની સિઝન શરુ થઈ ચૂકી છે એવી સ્થિતિમાં આપણે આપણી ખાણી પીણી પર ખાસ ધ્યાન આપવું જોઈએ ,ચોમાસાની સાંજે ગરમા ગરમ જો સૂપ મળી જાય તો તો તેની મજા જ અલગ હોઈ પણ ચાઈનિઝ સૂપ કે બીજૂ સુપ નહી આજે આપમા મગની દાળનું હેલ્ધી ટેસ્ટી સૂપ બનાવાની રીત જોઈશું

સામગ્રી

1 કપ – મગની દાળ
1 ચમચી -જીરું
1 નંગ – લીલું મરચું જીણા જીણા સમારેલા
6 થી 7 નંગ – લસણની કળી જીણી જીણી સમારેલી
પા ચમચી – હરદળ
સ્વાદ પ્રમાણે – મીઠું
પા ચમચી – મરીનો પાવડ
2 ચમચી – દેશી ઘી

સૌ પ્રથમ મગની પીળી છોતરા વગરની દાળને બરાબર ધોઈલો ત્યાર બાદ એક કપ દાળમાં 1 ગ્સાલ પાણી નાખીને કુકરમાં 2-3 સીટી વગાડીને બાફીલો

હવે કુકર બંધ કરી તેમાં બીજુ જરુર પ્રમાણે પાણી નાખેને બ્લેન્ડર વડે મિક્સ કરીલો, સુપના ફોર્મેટમાં આવે એટલું પાણી નાખવું

હવે એક કઢાઈમાં ઘી લો, તેમાં જીરુ લાલ કરો, ત્યાર બાદ તેમાં લસણ અને લીલા મરચા એડ કરીને સાંતળી લો.

હવે તેમાં દાળ નાખી દો ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ,હરદળ નાખીને બરાબર મગની દાળના સૂપને 5 મિનિટ સુધી એકરસ થાય ત્યા સુધી ઉકાળી લો

હવે ઉપરથી લીલા ધણા એડ કરીને આ સુપ પીવો.આ સૂપ ખૂબ જ હેલ્ધી છે સાથે તમે રોટી પણ ખાઈ શકો છો,.