કિચન ટિપ્સઃ- લગ્ન પ્રસંગમાં ખાવામાં આવતી કટલેશ કઈ રીતે બનેછે ટેસ્ટી ક્રિસ્પી જાણીલો તેની આ રીત
સાહિન મુલતાનીઃ
- કોર્ન ફ્લોરની મદદથી પેટિસનું લેયર ક્રિસ્પી કરી શકાય છે
- આ સાથે જ તેને ક્રિસ્પી કરવા બ્રેડક્રમ્સની મદદ લઈ શકો છો
દરેક ગુણીઓ ઈચ્છતી હોય છે કે તેમની રસોી પરફેક્ટ બને અને ઘરના દરેક સભ્યો તેમની રસોઈના વખાણ કરે અને આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે સ્વાદિષ્ય રસોી બનાવીએ જે દરેક લોકોના સ્વાદને અનુકુળ હોય ,જો કે કિચનમાં બનતી વાનગીોને સરળ અને સ્વાદિષ્ટ બનાવવા માટે નાની નાની ટિપ્સ પર ખાસ ધ્યાન આપવું જોઈએ જે આપણું કામ સરળ બનાવવાની સાથે સાથે જ ભોજનનો સ્વાદ પણ બે ગણો બનાવી દે છે.
આજ રીતે જ્યારે આપણા આલુ મટર, આલુ, મેક્સિકન, વેજીસ આ દરેક પ્રકારની કટલેસ બનાવતા હોઈએ છીએ ત્યારે તેને તળતી વખતે તેમાં વધુ તેલ પચી જતું હોય છે પરિણામે કટલેસ વધારે ઓઈલી બને છે અને ખાવાની મજા નથી આવતી, આ સાથે જ તેના ઉપરનું લેયર પણ ક્રિસ્પી બનતું હોતું નથી, આજે આપણા કટલેસનું લેયર ક્રિસ્પી બનાવવાની રીત જોઈશું જેનાથી કટલેસમાં તેલ પણ નહી પચે અને કોરી રહેશે.
જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારની કચલેસ બનાવો છો ત્યારે કટલેસ બન્યા બાદ તેને 15 થી 20 મિનિટ સુધી ફ્રિજમાં પરાખી દો,
આટલી વારમાં તમારે બ્રેડને કટકા કરીને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે, જેને આપણે બ્રેડક્રમ્સ તરીકે ઓળખીએ છીએ
આ સાથે જ તમારે એક બાઉલમાં 5 ચમચી જેટલો કોર્ન ફ્લોર લેવાનો છે અને તેમાં જરુર પ્રમાણે પાણી એડ કરીને તેની સ્લરી તૈયાર કરવાની છે, આ સ્લરીમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મરીનો પાવડર પણ એડ કરી લેવો,
હવે જે પણ કોઈ કટલેસ તમે બનાવીને ફ્રિજમાં રાખી છે તેને બહાર કાઢીલો, હવે આ કટલેસને પહેલા કોર્ન ફ્લોરની સ્લરીમાં બોળીને તેને બ્રેડક્રમ્સના રગદોળી દો, ત્યાર બાદ ફરી એક વખત કોર્નફ્લોરની સ્લરીમાં બોયળો અને ફરી બ્રેડ ક્રમ્સમાં રગદોળો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા રાખી દો, ત્યાર બાદ આ કચલેસને ડિપ ફ્રાઈ કરીલો, આનાથી કટલેસ ક્રિસ્પી પણ બનશે અને તેલ પણ નહી પીવે, તો હવે કટચલેસને ક્રિસ્પી બનાવવા આ ટિપ્સ ચોક્કસ ફોલો કરજો