કિચન ટિપ્સઃ- ગરમીમાં રાહત આપે છે વરિયાળી-સાકર વાળો આ પપૈયાનો આ મિલ્ક શેક, જોઈલો તેને બનાવારી રીત
- વરિયાળી સાકરનો મિલ્ક શેક
- સાથે પપૈયાના સ્વાદની માણો મજા
હાલ ગરમી ચાલી રહી છે આવી સ્થિતિમાં ઠંડક થાય તેવી વ્સતુઓનું સેવન કરવું જોઈએ ,વરિયાળી અને સારક ઉનાળામાં ઠમડક માટેનો બેસ્ટ ઓપ્શન છે પમ જો તમન ેા ભાવતું નથી તો તમારા માટે એક સરસ મજાના ડ્રિંકની રેસિપી લઈ આવ્યા છે તો ચાલો જોઈએ મિલ્ક શેક બનાવાની સરળ રીત
સામગ્રી
- 2 ગ્લાસ – દૂધ
- 2 ચમચી – વરિયાળી
- 5 ચમચી – સાકર
- 5 થી 8 નંગ – પાકા પપૈયાના ટૂકડાઓ
- કાજૂ-બદામ-પિસ્તા- જરુર પ્રમાણે
- 5 થી 6 નંગ બરફના ટૂકડાઓ
સૌ પ્રથમ વરિયાળી અને સાકરને એક મિક્સરની જારમાં બરાબર ક્રશ કરીલો, હવે તેમાં દૂધ નાથીને ફરી એક વખત મિક્સ કરીલો, ત્યાર બાદ તેમાં થોડા બરફવના ટૂકડાઓ અને પપૈયું નાખીને ફરીથી ક્રશ કરો,
પપૈયું નાખ્યા બાદ 2 મિનિટ સુધી ક્રશ કરો જેથી સાકર, વરિયાળી બરાબર દૂધ અને પપૈયામાં મિક્સ થઈ જાય. હવે આ શેકને ગ્લાસમાં કાઢીલો, હવે તેમાં સમારેલા કાજૂ બદામ અને પિસ્તા ઇપરથી એડ કરો,
જો તમે આ મિલ્ક શેકને વધુ સ્વાદવાળો બનાવવા ઈચ્છો હોય તો તમે વેનિલા આઈસક્રિમ પણ એડ કરી શકો છો.