સાહિન મુલતાનીઃ-
બેસનની અનેક વાનગીઓ આપણે ખાતા હોઈએ છીએ જો કે આ એજ બેસન અને વેજીસથી ભરપુર ચીલા બનાવાની રીત જોઈએ, આ ચીલા તમે સવારે નાસ્તામાં કે સાંજે ભોજન તરીકે પણ ખાય શકો છો વેજીસ ભરપુર રહોવાથી પેટ ભરાય જાય છે અને હેલ્ઘી પણ હોય છે.
સામગ્રી
- 3 કપ બેસન
- 1 નંગ ડુંગળી જીણી સમારેલી
- 2 ચમચી – લસણ મચરાની પેસ્ટ
- પા ચમચી – અજમો
- અડધી ચમચી – જીરુ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – હરદળ
- 1 નંગ – ગાજર જીણુ સમારેલી
- 3 ચમચી – કોબી જીણું સનારેલું
- 2 ચમચી – લીલા ઘાણા જીણા સમારેલા
- 2 ચમચી – લીલી મેથીની ભાજી સમારેલી
- 1 ચમચી – લાલ મરચું
સૌ પ્રથમ એક મોટા વાસણમાં બેસનનો લોટ લો તેમાં જરુર પ્રમાણે પાણી નાખી મિક્સ કરીલો અને 2 મિનિટ રહેવા દો 2 મિનિટ બાદ બરાબર મિક્સ કરીલો એટલે બેસનના ગઠ્ઠા હશે તે ચૂટીને એક સરખુ ખથીરું થશે.
હવે આ બેસનમાં ગાજર, ડુંગળી, મેથી,કોબી, લસણ મરચાની પેસ્ટ, અજમો , જીરુ ,મીઠું, હરદળ અને લાલ મરચું નાખીને બરાબર ઘટ્ટ ખીરું બનાવી લો,જો જરુર પડે તો પાણી એડ કરી શકો છઓ.
હવે એક નોનસ્ટીક તવી ગરમ કરવા રાખો તેમાં થઓડું તેલ સ્પ્રેડ કરીને એક ચમચા વડે બેસનના ચીલા પાડો હવે બન્ને તરફ ચીલાને થવાદો, તૈયાર છે બેસનના વેજીસથી ભરપુર ચીલા
જો તમને ચિઝ પસંદ હોય તે એક સાઈડ ચિઝ છીણીલો અને ટામેટા સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો