Site icon Revoi.in

કિચન ટિપ્સઃ તમારા કિચનના ડ્રોઅરની આ રીતે કરો માવજત, નહી લાગે કાંટ કે નહી થાય ડ્રોઅર જામ

Social Share
સાહિન મુલતાનીઃ-
  • કિચનના ડ્રોઅરને દર 15 થી 20 દિવસે સાફ કરો
  • ડ્રોઅરની અંદર પ્લાસ્ટિકની સીટ પાથરીને જ વસ્તુઓ રાખો
  • ડ્રોઅર પર કાંટ લાગે તો તેલ લગાવી રહેવાદો
  • તેલ લગાવી 6 થી 7 કલાક બાદ સફાઈ કરી લો

 

સામાન્ય રીતે દરેક ગૃહિ પોતાના કિચનની સાફ સફાઈ ખૂબજ સારી રીતે કરતી હોય. છે, કિચનના એક એક ખાનાથી લઈને વાસણ મૂકવાના, બરણીઓ રાખવાના ડ્રોઅરને પણ ક્લિન કરતી હોય છે, જો કે ઘણી વખત વાસણ ઘોયા બાદ તેને નિતાર્યા વગર જ ડ્રોએરમાં રાખવામાં આવતા ડ્રોઅરના સ્ટેન પર કાટ લાગી જતો હો. છે, દિવસેને દિવસે આ કાટ વધતો જાય છે જેના કારણે ડ્રોઅર જામ થવાની ફરીયાદ થી જાય છે, તો આજે કેટલીક એવી ટિપ્સ જોઈએ કે જેનાથી થકી તેમારા કિટનના ડ્રોઅરને કાટ લાગતા બચાવી શકો અને જો તો કાટ લાગ્યો હોય તો તેને રીમૂવ કરી શકો.

જાણો કેટલીક એવી ટિપ્સ કે જેથી કિચનના ડ્રોઅર નહી થાય ખરાબ

સૌ પ્રથમ કોઈ પણ પાણી વાળી વસ્તુ જેમ કે બરણી , વાસણને ડ્રોઅરમાં મૂકવાનું ટાળો. જ્યારે પણ વાસણ રાખો ત્યારે પહેલા તેને પાણીમાંછથી બરાબર કોરા કરીલો ત્યાર બાદ જ ડ્રોઅરમાં રાખવા.

જ્યારે પણ તમે ડ્રોઅરની સાફ સફાઈ કરો છો ત્યારે પાણી વાળું પોતું કરીને ડ્રોઅરને બહારની તરફ ખેંચીને ખુલ્લા રાખો અને કિચટનનો ફએન ઓન રાખો જ્યારે ડ્રોઅર બરાબર કોરા થાય ત્યાર બાદ જ તેમાં વસ્તુઓ રાખવી.એટલે કાટ નહી લાગે

કિચનના ડ્રોઅર જ્યારે પણ સાફ કરો ત્યારે તેમાં પ્લાસ્ટિકની સીટ રાખવી, જેથી કરીને ક્યારેક જો ભૂલમાં ભીના વાસણ કે ડબ્બી ડબ્બાઓ મૂકાય જાય તો કાટ લાગવાનો ભય ન રહે.

કિચનના ડ્રોએરને દર 15 થી 20 દિવસની અંદર સાફ સફાઈ કરવાનું રાખો જેથી કરીને અંદર જીવાત, કોકરોચ ન થાય.

કિચનના ડ્રોએર પર કાટ લાગી જાય ત્યારે શું કરવું .વાંચો

કેટલીક ગૃહિણઈઓના કિચનના ડ્રોએરમાં કાટ લાગી ગયા હશે, જો કે આ કાટ સરળતાથી આપણે નીકાળી શકીએ છીએ, બસ તેના માટે થઓડી મહેનત કરવી પડશે, જે ડ્રોઅરમાં કાટ લાગ્યો હોય તેને સૌ પ્રથમ વાસણ કે જે કોઈ વસ્તુ હોય તેને બરાહ કાઢીવે ખાલી કરી દો, ત્યાર બાદ ડ્રોઅરના જે સળીયાઓ હોય તેના પર ખાવાનું તેલ અથવા તો હેરઆઈલ લગાવીને એક આખો દિવસ અથવા તો એક આખી રાત રહેવાદો, ત્યાર બાદ આ ઓઈલ વાળી જગ્યાને કપડા ધોવાનો ડિટર્જન્ટ, સોડા ખાર, લીંબૂ અથવા લીંબુના ફૂલ વડે કૂંચાથી સાફ કરીલો, આમ કરવાથી કાટ નીકળી જશે, અને તમારા ડ્રોઅર નવા થી જશે.આ સાથે જ તેની ચમક પણ વધી જશે.