સાહિન મુલતાનીઃ-
આજકાલ ગૃહિણીઓ રસોઈ અવનવી રીતે બનાવતી થઈ છે, અનેક શાકભાજી ભરેલા બનાવવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કોઈ પણ પ્રકારના શાકભઆજીને ભેરલું બનાવવામાં આવે તો તેનો સ્વાદ બેગણો વધી જાય છે, ભરેલા શાકની જો વાત કરીએ તો ભીંડા, કારેલા ,રિંગણ પર્વતનું આ શાક સ્વાદિષ્ટ બને છે, આ શાકભાજી એવા છે કે જેને ભરેલા બનાવી શકાય છે,તો ચાલો જાણીએ એવી ટિપ્સ કે આ ભરેલા શાકના સ્વાદને બનાવશે વધુ સ્વાદિષ્ટ.
શાકને સ્વાદિષ્ટ અને ગ્રેવીથી ભરપુર બનાવવા માટેની કેટલીક ટિપ્સ
- કારેલા, પર્વત, ભીંડા અને રિંગણને તમે જ્યારે પણ ભરેલા બનાવવાનું પ્લાનિંગ કરો છઓ ત્યારે સૌ પ્રથમ તો લસણને તાજૂ છોલવું અને તાજુ વાટવું જેથી સ્વાદ વધુ આવશે,
- આ પ્રકારના ભરેલા શાકને બનાવવા માટે તેમાં જીણા જીણા કાચા કાંદા કાપીને ભરવા ,જેથી શાકનો ટેસ્ટ વધશે અને શાકમાં ગ્રીવી પણ બનશે.
- બેસનની સેવ કે જેને આપણે સેવ ટામેટાના શાકમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ, તો આ સેવને હવે તમે ભરેલા શાકમાં પણ એડ કરજો, આ માટે જ્યારે તમે શાકભાજીને ભરવા માટેનો મસાલો રેડી કરો અટલે તેમાં 2 થી 4 ચમચી સેવ પણ ભરવી, સેવ તળેલી હોવાથી કાચી પણ નહી લાગે, શાકની ગ્રેવી પણ બનશે, અને શાકનો સ્વાદ પણ વધશે.
- કોઈ પણ ભરેલું શાક બની ગયા બાદ જો તમને ખટાશ પસંદ હોય તો તમે બે ચમચી દંહીને વલોવીને શાકમાં એડ કરી શકો છો.
- કોઈ પણ ભરેલા શાકમાં તમે શીંગદાણાને ક્રશ કરીને પણ નાખઈ શકો છો ,જેનાથી શાકની ગ્રેવી ઘટ્ટ થાય છે.નોંધઃ- આ જ રીતે તમે મરચા ભરતા હોવ ત્યારે પણ આ ટિપ્સ અપનાવી શકો છો,જેનાથી મરચા ખાવામાં ખૂબ સ્વાદિષ્ય અને મસાલાથી ભરપુર લાગશે