સાહિન મુલતાનીઃ-
- મમરાને અલગ ફ્લેવરમાં વધારવાની રીત
- મમરા બનશે ટેસ્ટી
મમરા એવી વસ્તુ છે જકે જે જ્યારે ભૂખ લાગે ત્યારે તરત જ વધારીને ખાવામાં આવે છે, સાથે જ તે તીખા મીઠા અલેગ એલગ બનાી શાકય છએ તો આજે મમરાને ટેસ્ટને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે લસણીયા, તીખા અને મીઠા ત્રણ ફ્લેવરના મમરા વધારવાની રીચત જોઈશું
1 – મીઠા-તીખા મમરા વધારવાની રીત
- 500 ગ્રામ – મમરા
- કઢી લીમડો – 10 થી 12 પાન
- 1 ચમચી – દળેલી ખાંડ
- સ્વાદ પ્રમાણે – મીઠુ
- અડધી ચમચી – હળદર
- 1 ચમચી – કાશ્મીરી લાલ મરચું
- 2 મોટા – ચમચા તેલ
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં કઢી લીમડાના પાન તતળાવી દો, હવે તેમાં મમરા એડ કરીદો અને ઉપર હરદળ તથા મીઠું નાખીને બરાબર મમરાને શેકેવાદો, મમરા ક્રિસ્પી થી જાય એટલે તેમાં લાલ મરચું અને ખઆંડ નાખઈને 2 નિનિટ સુધી ફરી શેકીલો તૈયાર છે તીખા મીઠા ટેસ્ટી મમરા ,તેને સ્ટોર કરવા એર ટાઈટ બોટલમાં ભારી દો
2 લસણીયા તીખા મમરા
- 500 ગ્રામ – મમરા
- કઢી લીમડો – 10 થી 12 પાન
- સ્વાદ પ્રમાણે – મીઠુ
- અડધી ચમચી – હળદર
- 4 ચમચી – અધકચરું વાટેલું લસણ
- 1 ચમચી – રાય
- 1 ચમચી – કાશ્મીરી લાલ મરચું
- 2 મોટા – ચમચા તેલ
એક કઢાઈમાં તેલ ગરમ કરીને રાય ફોટી લો, ત્યાર બાદ તેમાં વાટેલું લસણ સાંતળીલો લસણ ક્રિસ્પી થાય એટલે તેમાં મમરા, મીઠું અને હરદળ નાખીની ગેસની ફલેમ ઘીરી કરી બરાબર શેકીલો, હવે મમરા બરાબર શેકાય જાય એટલે તેમાં લાલ મરચું નાથીને 1 મિનિટ સુધી ફેરવતા રહો. તૈયાર છે લસણીયા તીખા મમરા
3 મીઠા કણી વાળા સેવ મમરા
- 500 ગ્રામ – મમરા
- કઢી લીમડો – 10 થી 12 પાન
- સ્વાદ પ્રમાણે – મીઠુ
- અડધી ચમચી – હળદર
- 2 મોટા – ચમચા તેલ
- 250 ગ્રામ – મીઠી કણી
- 250 ગ્રામ – બેસનની સેવ
સૌ પ્રથમ કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તેમા કઢી લીમડો અને મમરા નાખી દો હવે તેમાં મીઠુ અને હરદળ નાખીને શેકાવાદો ત્યાર બાદ ગેસ બંધ કરીલો હવે જ્યારે મમરા ઠંડા પડે એટલે તેમાં મીઠી કણ ી અને સેવ ઉમેરીને હાછ વડે બરાબર મિક્સ કરી દો