- ડ્રાયફ્રૂટ મસાલાથી દૂધને બનાવો ઈમ્યૂનિટી બૂસ્ટર
- સવાર સાંજ એ મસાલા વાળા એક ગ્લાસ દૂધનું સેવન કરો
હાલ શિયાળીની સિઝન શરુ થઈ ચૂકી છે, ઠંડીના કારણે પણ કેટલાક ડ્રાયફ્રૂટ અને ગરમ ખોરાક લેતા હોય છે જેથી કરીને ઠંડીથી રક્ષણ મેળવી શકાય અને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકીએ.
સવારના નાસ્તામાં સૌ કોઈ ચા કે દૂઘ પીતું હોય છે, આ દૂધને ફ્લેવર વાળું કે ઈમ્યૂનિટી બૂસ્ટર ડોઝ બનાવવા માટે આપણે અવનવા પાવડર્સ બહારથી લાવીને અંદર એડ કરતા હોઈએ છીએ,જો કે દૂધ એ કુદરતી રીણે સમતોલ આહાર છે અને તેને વધુ પોષણ યૂક્ત બનાવવું હોય તો ઘરે જ તેનો મસાલો ડ્રાયફ્રૂટ વાળો તૈયાર કરી શકો છઓ, તો ચાલો જાણીએ તમારા પ્લેન દૂધને ઈમ્યબનિટી બૂસ્ટર ડોઝ કઈ રીતે બનાવી શકાય.
ઈમ્યૂનિટી બૂસ્ટર મિલ્કનો મસાલો બનાવવાની રીત
- 100 ગ્રામ – કાજુ
- 100 ગ્રામ – બદામ
- 50 ગ્રામ -પિસ્તા
- 20 ગ્રામ – એલચી
- 20 ગ્રામ – સૂંઠ
- 300 ગ્રામ – ખડી સાકર
- 20 ગ્રામ – ચારોલી
- કલર પકડાય તેટલા કેસરના તાંતણા
- અડધી – ચમચી જાયફળનો પાવડર
એક મિક્સરની જારમાં દરેક મસાલાને મિક્સ કરીને જીણો ક્રશ કરીલો, ત્યાર બાદ સાકરને મિક્સરમાં ક્રશ કરીલો, પછી મલાસો અને સાકર બન્નેને ફરીથી એક વાર મિક્સરની જારમાં ક્રશ કરીલો,તૈયાર છે ઈમ્યૂનિટી બૂસ્ટર મિલ્ક મસાલો.
એક ગ્લાસ દૂધમાં એક મોટી ચમચી મસાલો નાખીને દૂઘને માત્ર ગરમ કરી લેવું, સાંજે જમ્યા બાદ અને સવારે નાસ્તામાં એક ગ્લાસ આ મસાલા વાળું દૂધ પીવાથી તમારી ઈમ્યૂનિટી મજબૂત બનશે.