- મરી વાળી ચા નું સેવન શિયાળામાં ઉત્તમ
- શરદી ખાસી અને કફમાં આપે છે રાહત
તાજેતરમાં વાતાવરણમાં ઠંડીનું જોર વધ્યું છે, આવી સ્થિતિમાં આપણે ઘરે રહીને આપણી ખૂબ કાળજી રાખવાની જરુર છે, આ સાથે જ ખાસ આપણા ખોરાક પર ધ્યાન આપવાની જરુર છે, ગરમ ઉકાળાનું સેવન આપણા સ્વાસ્થ્યને આ સિઝનમાં તંદુરસ્ત રાખે છે, ખાસ કરીને વાત કરીએ તો ગ્રીન ટી, લેમન ટી, મિન્ટ ટી આ બધી ચા આપણા શરીરને ગરમ રાખે છે આ સાથે જ અનેક સમસ્યાઓમાંથી છૂટકારો આપે છે, પણ આજે વાત કરીશું બ્લેક પેપર ટી ની.મરી વાળી ચા ઠંડીમાં ગરમાટો લાવે છે,સાથે જ શરદી ખાસી અને કફમાં રાહત આપે છે,
શિયાળાની સાંજે જો તમને ચા પીવાની ટેવ હોય તો તમારે મરી વાળી ચાનું સેવન કરવું જોઈે જેથી કરીને આટલી ઠંડીમાં પણ તમને શરદી ખાસી થવાના ચાન્સ નહી રહે આ સાથે જ વાયુ ગેસ જેવી સમસ્યામાંથી રાહત મળશે,
આ રીતે બનાવો મરી અને ગોળ વાળી ચા
2 કપ ચા બનાવવા માટેની રીત
સૌ પ્રથમ 4 નંગર મરીને દસ્તા વડે જીણો ભૂખો કરીલો
હવે અડધો એક કપ પાણીમાં ચા ની પત્તી નાખીને ઉકળવા દો.
ત્યાર બાદ તેમાં જરુર પ્રમાણે દૂધ અને વાટેલા મરીનો પાવડર નાખી દો
હવે થોડો આદૂનો એક નાનો ટૂકડો વાટીને ચા માં નાખી દો,
હવે આ ચાને 4 થી 5 મિનિટ સુધી ઉકાળતા રહો
હવે ચા ઉકળી જાય પછી તેમાં સ્વાદ પ્રમાણે ગોળ એડ કરીદો, ગોળ નાખીને ચાને ખાલી 2 મિનિટ જ ઉકાળો જેથી ચા ફાડી ન જાય
હવે ગોળ નાખી ચા ઇકળી જાય એટલે તેને ગાળીને તેનું સેવન કરી શકો છો
આ ચા માં ગોળ અને મરિ હોવાથઈ તે આરોગ્ય માટે ખૂબજ સારી સાબિત થાય છે,