કિચન ટિપ્સઃ- વરસતા વરસાદમાં ટ્રાય કરો આ ગરમા ગરમ પૌંઆ ટિક્કી, ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી પણ
સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે ઘણા ઘરોમાં પૌંઆ બટાકા તો ખૂબ જ ખવલાતા હશે સવારના નાસ્તો હોય કે સાંજનું હળવું ભોજન હોય મોટા ભાગના લોકોના ઘરે પૌંઆ બને છએ પરંતુ આજે વપસાદની સિઝનમાં પૌંઆમાંથી એક સરસ મજાનો નાસ્તો બનાવાની રીત જાઈશું. જેનું નામ છે પૌઁઆ વડા જી હા બટાકા વડા તો આપણે ખાધા જ હશે હવે ટ્રાય કરીએ પૌઆ વડા.
સામગ્રી
- 100 ગ્રામ – પૌંઆ
- 2 નંગ – બટાકા (બાફેલા)
- 1 કપ – લીલા વટાણા બાફેલા
- 3 મચલી – લીલા મરચા કતરેલા
- મીઠૂં – સ્વાદ મુજબ
- અડધી ચમચી – હળદર
- 1 કપ – લીલા ઘાણા
- 1 ચમચી – લીબુંનો રસ
- 1 ચમચી – ખાંડ
- 1 ચમચી – ગરમ મસાલો
- 1 ચમચી – ચીલી ફ્લેક્સ
- 1 ચમચી -તલ
- તેલ – તળવા માટે
પૌઆ બટાકા કટલેસ બનાવવાની રીતઃ-
સૌ પ્રથમ પૌંઆને પાણી વડે ધોઈને ચારણીમાં કોરા કરીલો, હવે એક બાઉલમાં પૌઆ લઈલો
હવે પલાળેલા પ1ંઆમાં બાફેલા બટાકા અને વટાણા નાખીદો
ત્યાર બાદ તેમાં , તેમાં મીઠૂં, હળદરર, તલ, લીચી ફ્લકેશ, લીલા મરચા, લીલા ધાણા, લીબુંનો રસ, ખાંડ અને ગરમ મસાલો એડ કરીને હાથ વડે બરાબર મિક્સ કરીલો.
હવે આ મિશ્રણની એક સરખા આકારની નાની નાની ચપ્પટ સાઈઝમાં ટીક્કી તૈયાર કરીલો,
આ ટીક્કીને નોન સ્ટીક પેનમાં સેલો ફ્રાઈ કરીલો, બન્ને બાજુથી બ્રાઉન થાય ત્યા સુઘી તળી લો, તૈયાર છે પૌઆ બટાકા કટલેસ.
આ નાસ્તો ચ્હા સાથે કરી શકો છો સાથે જ તમે તેનો ચાટ બનાવીને ખાય શકો છો
જો તમે ઈચ્છો તો સલાડ કે સોસ કે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો.