Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- ઉનાળામાં સાંજે હળવી ભૂખ હોય ત્યારે ટ્રાય કરો આ મિલ્ક ફ્રૂટના ઈન્સ્ટન્ટ શેક

Social Share

સાહિન મુલતાનીઃ-

ઉનાળાની ગરમીમાં આપણે તીખા તળેલા ખોરક અવોઈડ કરવા જોઈએ જો કે સાંજે જ્યારે તેમને હળવી ભૂખ લાગે ત્યારે તમારે નાસ્તામાં ચેવડા, કે થેપલા કરતા ફ્રૂટ ખાવા જોઈએ ફ્રૂટથી પેટની પાચન શક્તિ મજબૂત બને છે તો સાથે જ તે શારિરીક રીતે નુકશાન નથી કરતા તો આજે ફ્રૂટ મિલ્કનો આ હળવો નાસ્તો બનાવાની રીત જોઈશું જે તમારું માત્ર પેટ જ નહી ભરે તમને અનેક પોષક તત્વો પણ પુરા પાડશે.

મિલ્ક ફ્રૂટ બનાવાની રીતઃ-

સૌ પ્રથમ એક સરસ મજાનું બાઉલ લો તેમાં દૂધ નાખો હવે તેમાં મધ નાખીને  બરાબર મિક્સ કરીદો, મધ અને દૂધ એકબીજામાં ભળી જાય ત્યા સુધી ભેળવતા રહો.

હવે આ મિલ્ક મધ વાળઆ મિશ્રણમાં સમારેલું એપલ, સમારેલું ચીકું અને સમારેલું કેળું નાખીને ચમચી વડે બરાબર મિક્સ કરીદો

હવે તેમાં કાજૂનો પાવડ ્ને બદામનો પાવડર મિક્સ કરીને બરાબર ભેળવી દો.

હવે આ બાઉલને 5 મિનિટ સુધી ફ્રિજમાં રાખઈદો થોડુ ઠંડુ થાય એટલે બાઉલને કાઢીને સર્વ કરો

જો તમને બીજા ફ્રૂટ્સ પસંદ હોય તો તમે આ મિલ્ક ફ્રૂટ બાઉલમાં તે પણ એડ કરી શકો છો.