Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- બાફેલા નહી પરંતુ શેકેલા બટાકાની આ વાનગી આજે જ તમારા કિચનમાં ટ્રાય કરો, દરેક ચાટને આપશે ટક્કર

Social Share

કોઈ પણ પ્રકારના ચાટ બનાવવા માટે આપણે મેંદાની પાપડી કે વાટકીનો ઉપયોગ કરીએ છે જે તેલમાં ડિપ ફ્રાય કરેલી હોય છે પમ આજે કોઈ પણ બેટજ વગર ચાટ બનાવાની રીત જોઈશું તે પણ શેકેલો ચાટ જી હા બટાકાને શેકીને ચાટ બનાવાની રીત ખાવામાં સ્વાદિષ્ટ.

સામગ્રી

ચાટ બનાવાની રીતઃ-

સૌ પ્રથમ બટાકાને પાણી વડે બરાબર ઘોઈલો, હવે તેના ના નાના છાલ સાથે જ ટૂકડાઓ કરીલો, હવે એક સળીયો લો તેમાં આ ટૂકડાઓને પોરવી દો ત્યાર બાદ તેને ગેસ પર અથવા જો સગડી હોય તો તેના પર શેકી લો, શેકાયા બાદ છાલને કાઢીલો

હવે એક બાઉલમાં આ બટાકાના ટૂકડાઓ લો  તેના પર મીઠું અને તાટ મસાલો સ્પ્રેડ કરીલો

હવે આ બટાકાના ટૂકડાઓ પર દહીં એડ કરો દહીનું પ્રમાણ વધારે રાખવું

હવે દહીં બાદ તેના પર ગ્રીન ચટણી તમારા સ્વાદ પ્રમાણે એડ કરીદો,

ગ્હરીન ચટણી બાદ ખજૂર કોકમની ચટણી પણ એડ કરીલો

હવે તેના પર ડુંગળી, ટામેટા અને સેવ એડ કરી ઉપરથી લીલા ઘણા ભભરાવી દો ત્યાર બાદ જો તમે ઈચ્છો તો દાડમના દાણા એડ કરી શકો છો તૈયાર છે બટાકાનો શેકેલો ચાટ