Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- દાળ-કઠોળ બાફતા વખતે કુકરમાંથી પાણી આવે છે બહાર , તો હવે જોઈલો આ ટ્રિક તમારુ કામ થઈ જશે સરળ

Social Share

સામાન્ય રીતે જ્યારે પ્રેશર કૂકરમાં કોઈ પણ પ્રકારની દાળ બાફવા રાખીએ છીએ ત્યારે સીટી વાગતા વખતે દાળનું પાણી મોટા ભાગે બહાર આવે છે, આવી સ્થિતિથી સૌ કોી મહિલાઓ વાકેફ હશે જ ત્યારે આજે આપણે દાળ બાફવાની સાચી ટ્રીકથી લઈને દાળ વધારતી વખતે કંઈ કંઈ વાતને ધ્યાનમાં લેવી તે અંગે વાત કરીશું, આ ટિપ્સ જો તમે ફોલો કરશો તો ચોક્કસ તમારી દાળ સ્વાદિષ્ટ બનશે.

દાળ બાફતી અને વધારતી વખતે આ ટિપ્સ કરો ફોલો

જ્યારે પણ તમે કૂકરમાં દાળ બાફવા મૂકો ત્યારે તેમાં 2 ચમચી તેલ અને હરદળ મીઠૂ નાખીદો, આમ કરવાથઈ કૂકરમાંથી દાળનું પાણી બહાર આવશે નહી.

જ્યારે પણ કુકરમાં દાળ બાફવા મૂકો ત્યારે દાળ જ્યા સુધી કૂકરમાં સમાયેલી હોય તેનાથી ખાસી એક ઈંચ જેટલું જ વધારે પાણી ભરવું ત્યારે બાદ 3 સિટીમાં ગેસ બંધ કરી લેવો, આમ કરવાથી દાળ જલ્દી બફાશે અને પાણી પણ ઉભરાશએ નહી.

દાળ બાફતી વખતે તેમાં આદુનો એક ટૂકડો બે લીલા મરચા નાખથીને બાફવાથી દાળનો સ્વાદ બે ગણો થાય છે.

દાળનો વધાર કરતી વખતે તેમાં હિંગની સાથે સાથે લીલી મેથીની ભાજી નાખવાથી દાળ ટેસ્ટી બને છએ, જો મેથી ભાજી લીલી ન હોય તો સુકી પણ નાખી શકાય છે, દાળનો સ્વાદ બે ગણો બને છે.

જો તમે ભાત સાથે તુવેરની દાળ બનાવો છો તો તે દાળ બાફતી વખતે તેમાં 1 ચમચી મશુરની દાળ નાખવી જેનાથી દાળનો કલર સારો આવે છે, અને સ્વાદ પણ વધે છે.

દાળ વધારતી વખતે સુકા મેથીના દાણા પણ તમે નાખી શકો છો,જેનાથી દાળ પચવામાં સરળ બને છે.

દાળનો મસાલો કસાવતા વખતે તેમાં લીલા ઘાણા પણ સાંતળઈનો જેથી ઘાણાનો સ્વાદ દાળમાં ભળી જાય છએ અને દાળ સ્વાદિષ્ટ બને છે.