Site icon Revoi.in

કિચન ટિપ્સઃ-પૌંઆ બટાકા તો આપણે સૌ કોઈએ ખાઘા છે હવે ટ્રાય કરો પૌઆનો આ તીખો મીઠો ચેવડો

Social Share

સાહિન મુલતાનીઃ-

પૌઆમાંથી આપણે પૌઆ બટાકા સિવાય ઘણા સ્નેક્સ બનાવતા હોઈએ છીએ આજે વાત કરીશું પૌઆનો તીખો મીઠો ચેવડો બનાવાની જે બનાવામાં તો સરળ છે જ સાથે ખાવામાં ક્રિસ્પી અને ટેસ્ટી પણ આ સાથે જ તેને બનાવીને 20 થી 25 દિવસ ઘરમાં રાખી પણ શકો છો તો ચાલો જાણીએ પૌઆ ચેવડા બનાવાની રીત વિશે

સામગ્રી

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો તેલ થોડું વઘુ લેવું, તેલ ગરમ થાય એટલે કે ઊંડા કાણા વાળા ઝારામાં પૌઆ લઈને તે ઝારોલ તેલમાં ડુબોળો આ રીતે બધા જ પૌઆને ડિપ ફ્રાય કરીલો.

હવે પૌઆ તળાઈ જાય એટલે તેને પેપર પર કાઢીલો જેથી કરીવને વઘારાનું તેલ પૌઆમાંથી દૂર થઈ જાય.

હવે કઢાઈમાં જ શીંગદાણા અને કીલીમડાના પાનને તળીને કાઢીલો અને તેને પણ પૌંઆમાં એડ કરીદો

આજ રીતે તલ ને પણ તેલમાં ફોડીને પૌંઆમાં એડ કરીલો હવે પૌંઆની ઉપર દળેલી ખાંડ, મીઠું લાલ મરચાનો પાવડર અને હરદળ નાખીને બરાબર મિક્સ કરીલો.

તૈયાર છે પૌંઆનો તીખો મીઠં ચેવડો તઠંડો થયા બાદ એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરીલો