Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- ઈડલી કે ઢોંસાનું ખીરું બચે તો તમે શું કરો છો, ફરી ઈડલી જ બનાવો છો,તો હવે જોઈલો આ રેસિપી જેમાંથી બનશે હાંડવો

Social Share

સાહિન મુલતાની-

સામાન્ય રીતે આપણે ઘધરે જ્યારે ઈડલી કે ઢોંસા બનાવતા હોઈએ છીએ ત્યારે  ઘણી વખત તેનું ખીરું વધી જાય છે ત્યાર બાદ આપણે તેમાંથી ફરી કંઈક બીજૂ અથવા તો તેજ વાનગી બનાવીએ છીએ જો કે આજે આ ખીરામાં થોડા લોટ ઉમેરીને હાંડવો બનાવાની રીત જોઈશું

સામગ્રી

સૌ પ્રથમ એક બાઉલમાં ઈડલીનું ખીરું લઈલો, હવે તેમાં બેસન અને રવો નાખીદો ત્યારબાદ આમ જ ખીરું ઢાકીને 15 મિનિટ સુધી રહેવા દો.

હવે 15 મિનિટ બાદ આ ખીરામાં બધુ જ શાકભાજી અને મસાલો નાખીને બરાબર મિક્સ કરીદો,

હવે એક હાંડવો બનાવા જેટલું ખીરું એક વાટકામાં કાઢીલો તેમાં 1 ચમચી તેલ અને થોડો સોડાખાર કે ઈનો એડ કરીને બરાબર મિક્સ કરીદો.( બધા ખીરામાં સોડા ખાર નાખવાથી ખીરું નરમ પડી જાય છે  એટલે જેટલો હાંડવો બનાવો એટલામાં જ નાખવો)

હવે એક કઢાઈમાં 1 ચમચી તેલ લઈ તેમાં રાય ફોડીલો તેમાં તલ કઢી લીમડો અને શિંગદાણા નાખીને  ઈનો કે સોડાખાર વાળું ખીરું નાખીદો અને થોડું હાંડવાની સાઈઢમાં પાથરીદો.

હવે ગેસની ફઅલેમ ઘીરી રાખઈને 4 થી 5 મિનિટ થવાદો ત્યાર બાદ તેલે પલટીને બીજી તરફ મિનિટ થવાદો તૈયાર છે તમનારો હાંડો, ગ્રીન ચટણી કે સલણની ચટણી સાથે ખાય શકો છો.