કિચન ટિપ્સઃ- બાળકો ને ભૂખ લાગી હોય ત્યારે ફટાફટ બનાવી દો આ બે સામગ્રીમાંથી બનતો રોટલી રોલ
સાહિન મુલતાનીઃ-
આજકા બાળકોને ફાસ્ટફૂડ ખાવાનો ખૂબ શોખ છે આવી સ્થિતિમાં બાળકો ઘરનું ખાવામાં ખૂબ નખરા કરે છએ,જો કે આજે બાળકો માટે રોટલી રોલ બનાવાની વાત કરીશું જે ઝડપથી બની તો જશે જ સાથે શોખથી બાળક ખાશે પણ
સામગ્રી
- 2 નંગ – રોટલી
- 2 ચમચી – ટામેટા સોસ
- 1 નંગ – બાફેલું બટાકું
- 1 ચમચી – મેગી મસાલો
- 1 નાની – ડુંગળી જીણી સમારેલી
- 1 ચીમી કોબી છીણેલું
- 1 ચમચી બીટ છેણ્લું
- 1 ચમચી ગાજર છિણેલું
- થોડા લીલા ઘાણા
બનાવાની રીત –
- સૌ પ્રથમ રોટલીને આછા તેલમાં થોડી ક્રિસ્પી થાય તે રીતે તળી લો
- હવે બાફેલા બટાકામાં જીણી સમારેલી ડુંગળી અને મેગી સમાલો અને લીલા ઘાણા નાખીને મિક્સ કરીલો
- હવે તળેલી રોટલી પર બરાબર ટોમેટા કેચઅપ લગાવી દો
- ત્યાર બાદ તેના પર બાફેલા બટાકાનું સ્ટફિંગ રાખી દો
- હવા આ સ્ટફિંગ ઉપર કોબી, ગાજર અને બીટનું છીણ મૂકી દો
- હવે આ રોટલીને ગોળ રોલ બનાવી દો
- અને ફરી એક વખત તેને તવી પર ગરમ કરીલો
- તૈાયાર છે ટેસ્ટી રોટલી રોલ
આ રોલને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે ગ્રીન ચટણી પર લગાવી શકો છો,જો તમે ઈચ્છો તો માયોનિઝ અથવા સેઝવાન ચટણીનો પમ ઉપયોગ કરી શકો છો.જો કે આ રીત સૌથી હેલ્ઘી રીત છે જેમાં બાળકને સલાડ ખાવા પણ મળી જાય છે અને પેટમાં નુકશાન થતું નથી