Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- નાના બાળકોને ભૂખ લાગે ત્યારે બનાવો આ શિંગોડાના લોટની રાબડી, પેટ પણ ભરાશે અને બાળક બનશે હેલ્ધી

Social Share

શિયાળામાં શિંગોડા ખૂબજ ગુણ કરે છે, તેનો લોટમાંથી અનેક વાનગીો બને છે, ખાસ કરીને શિયાળામાં શીંગોડાના લોટની રાબ પીવામાં આવે તો કમરનો દુખાવો મટે છે આ સાથે જ આરોગ્ય માટે તે હેલ્ધી પણ ગણાય છએ, આજે આપણે દૂઘ વાળી શિંગોડાના લોટની રાબ બનાવીશું,જે ખૂબ જ સ્વાદિષ્ય તો લાગે જ છે સાથે હેલ્થમાટે ગુણકારી છે.

સામગ્રી

( ખાંડનો પણ ઉપયોગ કરી શકાય, અને ગોળનો પણ, પરંતુ દૂધમાં બનતી હોવાથી સાકર અથવા ખાંડ બેસ્ટ ઓપ્શન છે)

સૌ પ્રથમ એક તપેલીમાં 3 કપ દૂધ લો અને તેમાં સાકર નાખીને ચમચી વડે ફેરવતા રહો જ્યા સુધી સાકર મિક્સ ન થાય ત્યા સુધી.

હવે  એક કઢાઈલો તમાં ઘી નાખીને ગેસ પર ઘીમા તાપે રાખીદો

ઘી ગરમ થાય એટલે તેમાં શીંગોડાનો લોટ એડ કરીદો અને ગેસ ઘીમો જ રાખીને તવીથા વડે તેને બરાબર મિક્સ કરતા રહો, જ્યા સુધી લોટની સુગંઘ ન આવે ત્યા સુધી તેને ઘીમાં શેકાવા દો.

હવે લોટ શેકાઈ જાય એટલે તેમાં સાકર વાળું દૂધ એડ કરતા જાવ અને તવીથા વડે બરાબર ફેરવતા જાવ.ધ્યાન રાખવું કે લોટમાં ગઠ્ઠા ન પડે.

હવે દુધને લોટ બરાબર મિક્સ થઈ જાય એટલે 4 થી 5 મિનિટ રાબને ઉકાળીલો, જયા સુધી તે ઘટ્ટ થાય ત્યા સુધી.

હવે તેમાં સૂંઠ, કાજુ બદામ મિક્સ કરીલો અને એલચીનો પાવડર એડ કરીલો,હવે તેમાં કોપરાની છીણ નાખીને મિક્સ કરીલો,તૈયાર છે હેલ્ઘી ગરમા ગરમ શિંગોડાની રાબડી