સાહિન મુલતાનીઃ-
ઘણી વખત જમવા બનાવવાનો માપ ખોરવાઈ જાય છે અથવા તો ઘરનું કોઈ સભ્ય બહાર નાસ્તો કરીને કે જમીને આવે છે તો તેમના ભાગની રસોઈ બચી જાય છે ,ત્યારે રોટલી પણ વધી જતી હોય છે અને તેને ઠેકાણે પાડવા માટે આપણે રોટલીના રોલ, રોટલીનો ચેવડો કે રોટલીને કટ કરીને મન્યુરિયનની જેમ વધારીને તેનો બગાડ થતચા અટકાવકતા હોઈએ છીએ, જો કે આ દરેક વસ્તુમાં વધુ સામગ્રી અને સમય લાગે છે, તો ચાલો આજે ઓછો સમય અને બેઝિક સામગ્રીથી રોટલીને વઘારતા શીખીશું ,એજ રીતે જે રીતે આપણે રોટલાને દંહીમાં વધારતા હોઈએ છીએ.
હવે જ્યારે પણ રાતે કે સવારે રોટલી બચે છે તો ચિંતા કરવાની જરુર નથી, આ રોટલીને તમે શોખથી વઘારીને ખાશો,અને તેનો ટેસ્ટ એટલો ટેસ્ટિ હશે કે બીજી વખત તમે જાણી જોઈને રોટલી વધારે બનાવશો.
સામગ્રી – તેલ,જરુર પ્રમાણે વાટકી દંહી,કઢી લીમડો,હરદળ,મીઠું,રાય,જીરુ,લીલા મરચા,લાલ મચરું,ડુંગળી અને ટામેટા,હિંગ
રોટલી વધારવાની રીતઃ- હવે સૌ પ્રથમ રોટનીલા જીણા જીણા ટૂકડા કરીલો, હવે એક કઢાઈમાં તેલ ગરમ થવાદો તેલ થાય એટલે રાય ફોડીલો ત્યાર બાદ જીતું ,સમારેલા લીલા મરચા,હિંગ અને કઢી લીમડો એડ કરીલો, હવે તેમાં જીણી સમારેલી ડુંગળી અને જીણા સમારેલા ટામેટા એડ કરી હરદળ, મીઠું અને લાલ મરચું પણ એડ કરીને સાંતળી લો, જ્યારે ટામેટા અને ડુંગળી બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં રોટલીના ટૂકડા નાખીને 2 મિનિટ સુધી ચમચા વજે ફેરવતા રહો, ત્યાર બાદ દહીં એડ કરીને 2 થી 4 મિનિટમાં રોટલીને દંહીમાં સારી રીતે મિક્સ થઈ જશે એટલે ગેસ બંધ કરીલો, હવે ઉપરથી લીલા ઘણા વડે ગાર્નિશ કરીલો, જો દહીં વધુ ખાટ્ટ્ુ હશે તો ટેસ્ટ વધુ સારો આવશે,જેથી ખાટ્ટા દહીંનો ઉપયોગ કરવો .