પતંગ મહોત્સવઃ મહેસાણાના આકાશમાં 100 પુર્ણાઓએ ભરી ઉંચી ઉડાન
મહેસાણાઃ મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત પૂર્ણા ની કચેરી અમદાવાદ ઝોન અને સંકલિત બાળ વિકાસ યોજના મહેસાણાના સંયુક્ત ઉપક્રમે પૂર્ણા યોજના જાગૃતિના ભાગરૂપે મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે પૂર્ણાની ઉડાન કાઈટ ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું.આ પ્રસંગે શ્રી અન્નના બિસ્કીટ કિશોરીઓ માટે આપવા લાવ્યા હતા તેમજ આંગણવાડીઓ માટે જિલ્લા પંચાયતના ભંડોળમાંથી પીવાના પાણીના જગ પણ આપવામાં આવ્યા હતા.
ઉડાન કાઈટ ફેસ્ટિવલમાં સંકલિત બાળ વિકાસ યોજનાના મહેસાણા તાલુકાની કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો .સંકલિત બાળ વિકાસ યોજનાના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જીજ્ઞાબેન દવેએ કિશોરીઓનું મનોબળ વધારતા સૌની સાથે પતંગ ચગાવ્યું હતું. હું મારા પરિવારના સમાજના સ્વસ્થ આરોગ્ય માટે કટિબંધ છું હુ પૂર્ણા છું એવા નિર્ધાર સાથે આ ૧૦૦ કિશોરીઓએ ઉત્સાહ ભેર ગુલાબી કલરના પતંગો ચગાવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ની સાથે વિભાગીય નાયબ નિયામકની કચેરીના અમદાવાદ ઝોનના પ્રતિનિધિ તેમજ આંગણવાડીના વિવિધ સેજા અને ઘટકોની બહેનો તેમજ કિશોરીઓ ઉત્સાહ ભેર ઉપસ્થિત રહી હતી