અમદાવાદઃ ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા અમદાવાદ સહિત આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે રાતના 11થી સવારના 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ થશે. બીજી તરફ આગામી દિવસોમાં ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટીવલ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ફેલાય તેવી દહેશનત તજજ્ઞોએ વ્યક્ત કરી છે. અમદાવાદમાં આગામી તા. 9થી 14મી જાન્યારી સુધી કાઈટ ફેસ્ટીવલ યોજાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓમિક્રોનના ખતરા વચ્ચે હાલની સ્થિતિએ તંત્ર દ્વારા આગામી દિવસોમાં આયોજીત વિવિધ કાર્યક્રમોને યથાવત રાખ્યાં છે. વાયબ્રન્ટ ગુજરાત, ફલાવર શો બાદ હવે કાઇટ ફેસ્ટીવલ તા. 9 થી 14 જાન્યુઆરી વચ્ચે અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે યોજવા જાહેરાત કરી છે અને તેમાં દેશ-વિદેશના 400 જેટલા પતંગબાજોને આમંત્રણ આપી દેવાયું છે. હજુ ઓમિક્રોનનો ભય શરૂ થયો છે ત્યાં જ ફેસ્ટીવલથી લોકોની ચિંતા વધી ગઇ છે. જો કે, આ કાર્યક્રમોને લઈને તંત્ર દ્વારા કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
(Photo-File)