1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિટન ટિપ્સઃ આ રીતે બનાવો ચણા અને મગની દાળનો હેલ્ધી હાંડવો , પિત્ઝા જેવો ટેસ્ટ અને  10 મિનિટમાં બનીને તૈયાર
કિટન ટિપ્સઃ આ રીતે બનાવો ચણા અને મગની દાળનો હેલ્ધી હાંડવો , પિત્ઝા જેવો ટેસ્ટ અને  10 મિનિટમાં બનીને તૈયાર

કિટન ટિપ્સઃ આ રીતે બનાવો ચણા અને મગની દાળનો હેલ્ધી હાંડવો , પિત્ઝા જેવો ટેસ્ટ અને  10 મિનિટમાં બનીને તૈયાર

0
Social Share

સાહીન મુલતાની

  •  મગ અને ચણાની દાળમાંથી બનાવો ટેસ્ટિ હાંડવો
  • ચિઝ એડ કરતા ટેસ્ટ પિત્ઝા લેવો લાગશે

હાંડવો ગુજરાતીઓનો ફેવરીટ નાસ્તો કહીએ તો કંઈ ખોટૂ નથી,આમ તો બઘી દાળને મિક્સ કરીને હંડવો બનાવવામાં આવે છે જેમાં ચોખાનો પણ ઉપયોગહ થાય છે, પરંતુ આજે આપણે માત્ર ચણાદાળ અને મગની દાળનો હાંડવો બનાવાની રેસિપી જોઈશું, જે ખાવામાં ખૂબ જ હેલ્ઘી હોય છે સાથે સાથે 10 મિનિટમાં બની ને તૈયાર થાય છે, પમ હા તેના માટે 4 કલાક પહેલા દાળને પાણીમાં પલાળી દેવી પડે છે.

સામગ્રી

  • 1 કપ – ચણાની દાળ
  • 1 કપ મગની દાળ
  • 2 નંગ -ડુંગળી (જીણી સમારેલી)
  • 1 નંગ કેપ્સિકમ મરચું ( જીણું સમારેલું)
  • 1 ચમચી – રાય
  • 5 થી 7 નંગ – કઢી લીમડાના પાન
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • 2 ચમચી – લીલા મરચાની પેસ્ટ
  • 3 ચમચી – લસણની પેસ્ટ
  • 1 ચમચી- આદુની પેસ્ટ
  • 1 ચમચી – તલ
  • જરુર પ્રમાણે – ઓરેગાનો
  • જરુર પ્રમાણે – તીલીફ્લેક્શ
  • જરુર પ્રમાણે – ચિઝ (ઓપ્શનલ છે)
  • 3 ચમચી – તેલ

સૌ પ્રથમ 4 કલાક સુધી બન્ને દાળને પાણીમાં પલાળી રાખો

હવે જ્યારે હાંડવો બનાવો હોય ત્યારે આ બન્ને  દાળને  મિક્સરમાં અધકચરી ક્રશ કરીલો

હવે આ ક્રશ કરેલી દાળમાં તમારા સ્વાદ મુજબ મીઠું, મચાની પેસ્ટ,આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ એડ કરી બરાબર મિક્સ કરીલો

હવે તેમાં સમારેલી ડુંગળી અને કેપ્સિકમ મરચા એડ કરીલો,( જો તમે ઈચ્છો તો ગાજર,મકાઈના દાણા પણ એડ કરી શકો છો.)

હવે એક સમતોલ પેન માં (જેથી સપાટી સીધી હોય તેવી પેન)તેલ ગરમ કરી તેમાં રાય ફોડીલો

રાય બાદ તેમાં કઢી લીમડો અને તલ એડ કરો, હવે તેમાં દાળની પેસ્ટ એડ કરીને તેને એક સરખી હાંડવાની જેન સ્પ્રેડ કરીલો, એક જ પેનમાં બધીજ દાળની પેસ્ટ એડ કરી દેવી ,જેથી હાંડવો જાડો બને.

હવે એક બાજૂ 3 મિનિટ થવાદો, ત્યાર બાદ તેને પલટીને બીજી તરફ પણ 3 થી 4 મિનિટ થવાદો,

હવે બન્ને બાજૂ બ્રાઉન થી ગયા બાદ તેના પર ચીલી ફ્લેક્શ અને ઓરેગાનો નાખી ચીઝ સ્પ્રેડ કરીદો

તૈયાર છે તમારો મગની અને ચણાની દાળનો હાંડવો, જેને ચા સાથે ટામેટા સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code