Site icon Revoi.in

કિટન ટિપ્સઃ આ રીતે બનાવો ચણા અને મગની દાળનો હેલ્ધી હાંડવો , પિત્ઝા જેવો ટેસ્ટ અને  10 મિનિટમાં બનીને તૈયાર

Social Share

સાહીન મુલતાની

હાંડવો ગુજરાતીઓનો ફેવરીટ નાસ્તો કહીએ તો કંઈ ખોટૂ નથી,આમ તો બઘી દાળને મિક્સ કરીને હંડવો બનાવવામાં આવે છે જેમાં ચોખાનો પણ ઉપયોગહ થાય છે, પરંતુ આજે આપણે માત્ર ચણાદાળ અને મગની દાળનો હાંડવો બનાવાની રેસિપી જોઈશું, જે ખાવામાં ખૂબ જ હેલ્ઘી હોય છે સાથે સાથે 10 મિનિટમાં બની ને તૈયાર થાય છે, પમ હા તેના માટે 4 કલાક પહેલા દાળને પાણીમાં પલાળી દેવી પડે છે.

સામગ્રી

સૌ પ્રથમ 4 કલાક સુધી બન્ને દાળને પાણીમાં પલાળી રાખો

હવે જ્યારે હાંડવો બનાવો હોય ત્યારે આ બન્ને  દાળને  મિક્સરમાં અધકચરી ક્રશ કરીલો

હવે આ ક્રશ કરેલી દાળમાં તમારા સ્વાદ મુજબ મીઠું, મચાની પેસ્ટ,આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ એડ કરી બરાબર મિક્સ કરીલો

હવે તેમાં સમારેલી ડુંગળી અને કેપ્સિકમ મરચા એડ કરીલો,( જો તમે ઈચ્છો તો ગાજર,મકાઈના દાણા પણ એડ કરી શકો છો.)

હવે એક સમતોલ પેન માં (જેથી સપાટી સીધી હોય તેવી પેન)તેલ ગરમ કરી તેમાં રાય ફોડીલો

રાય બાદ તેમાં કઢી લીમડો અને તલ એડ કરો, હવે તેમાં દાળની પેસ્ટ એડ કરીને તેને એક સરખી હાંડવાની જેન સ્પ્રેડ કરીલો, એક જ પેનમાં બધીજ દાળની પેસ્ટ એડ કરી દેવી ,જેથી હાંડવો જાડો બને.

હવે એક બાજૂ 3 મિનિટ થવાદો, ત્યાર બાદ તેને પલટીને બીજી તરફ પણ 3 થી 4 મિનિટ થવાદો,

હવે બન્ને બાજૂ બ્રાઉન થી ગયા બાદ તેના પર ચીલી ફ્લેક્શ અને ઓરેગાનો નાખી ચીઝ સ્પ્રેડ કરીદો

તૈયાર છે તમારો મગની અને ચણાની દાળનો હાંડવો, જેને ચા સાથે ટામેટા સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો.