સાહિન મુલતાનીઃ-
ચોમાસામાં સૌ કોઈને ગરમા ગરમ ખાવાનું ખૂબ ગમે છે સાથે ભૂખ પણ ઘણી લાગે છે ત્યારે આજે તરત જ બનતા નાસ્તાની વાત કરીશું જેમાં ઘરમાં રહેલી બેઝિક સામગ્રીની જ જરુર પડશે ,ખાસ રવો અને છાસ આ બન્ને માંથી તમે 20 મિનિટની અંદર સરસ ટેસ્ટી ગરમા ગરમ નાસ્તો બનાવી શકો છો.
સામગ્રી
- 2 કપ – રવો
- 2 કપ – છાસ
- 2 કપ – પાણી
- 2 નંગ – ડુંગળી જીણી સમારેલી
- 1 નંગ ટામેટૂં – જીણું સમારેલું
- 4 થી 6 નંગ – લીલા મરચા જીણા સમારેલા
- 2 ચમચી -લીલા ઘણા સમારેલા
- 2 ચમચી – તેલ
- 1 ચમચી – રાય
- 5 થી 7 નંગ – કઢી લીમડાના પાન
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 2 ચપટી – ભજીયાનો ખારો
સૌ પ્રથમ એક તપેલી લો તેમાં રવો લો, ત્યાર બાદ તેમાં છાસ અને પાણી નાખીને બરાબર મિક્સ કરીદો.
હવે આ બેટરમાં સમારેલી ડુંગળશી, ટામેટા અને લીલા મરચા એડ કરીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીદો,
હવે એક ચમચી તેલ ગરમ કરો તેમાં રાય ફોટો અને કઢી લીમડાના પાનને જીણા જીણા સમારીને આ વધારમાં નાખો, ત્યાર બાદ આ વધાર રવો અને છાસના બેટરમાં નાખીને બરાબર બેટરને મિક્સ કરીલો
ખાસ ધ્યાન રાખવું બેટ થોડું ઘટ્ટ હોવું જોઈએ હવે તેમાં સોડાખાર નાખીને બરાબર ફરી એક વખત મિક્સ કરીદો.
હવે અપ્પમની પ્લેટ લો તેમાં થોડું થોડું તેલ લગાવો અને એક ચમચી વડે રાવાનું બેટર નાખો હવે આ પ્લેટને ગેસ પર રાખીને 5 થી 6 મિનિટ થવાદો ત્યાર બાદ એક ચમચી વડે વડે તેને પલટાવી દો પછી ફરી 5 થી 6 મિનિટ થવાદો, તૈયાર છે 20 મિનિટમાં તમારા રવાના અપ્પમ.