- બેસન અને ડુંગળીનું શાક
- માત્ર 5 થી 8 મિનિટમાં બની જશે
- રોટલી – રોટલા બન્ને સાથે ખાઈ શકશો
સામાન્ય રીતે ક્યારેક આપણાને ક-ટાઈમની ભૂખ લાગતી હોય છે અને ત્યારે હળવું ખાવાનું માન થાય છે અથવા તો ક ઘરમાં શાકભાજી હોતું નથી ત્યારે શું બનાવવું તે ચિંતા તાય છે તો આજે માત્ર બે વસ્તુંઓમાંથી બેસન અને ડુંગળીનું શાક બનાવતા શીખીશું, જે માત્ર 5 થી 20 મિનિટમાં રેડી થી જશે અને તેને રોટલી રોટલા બન્ને સાથે ખાઈ શકાય છે, તો ચાલો જોઈએ કઈ રીતે બને છે આ શાક
સામગ્રી
- અડધો કપ – બેસન
- 2 નંગ – ડુંગળી જીણી સમારેલી
- 1 ચમચી – લાલ મરચું
- 1 ચમચી – લસણ વાટેલું
- એક કપ- પાણી
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે હરદળ
- અડઘી ચમચી – જીરું
- કઢી લીમડો
- 2 ચમચી – દહીં
- જરુર પ્રમાણે – તેલ
બનાવવાની રીત
સૌ પ્રથમ એક કઢાઈમા તેલ ગરમ થવાદો, ત્યાર બાદ તેમાં જીરુ અને ડુંગળી લાલ કરો, હવે તેમાં કઢી લીમડો એડ કરો,ત્યાર બાદ તેમાં મીઠું, હરદળ અને લાલ મરચું નાખીને સાંતળો, હવે તેમાં બેસન એડ કરીને તેને બરાબર ફેરવતા રહો, ધ્યાન રાખો ગઠ્ઠા ન પડવા જોઈએ, હવે બેસન બરાબર પાકી જાય એટલે તેમાં દહીં એડ કરીદો, અને જરુર પ્રમાણે પાણી એડ કરીને શાકને ઉકાળી લો, તૈયાર છે ઓછી મહેનત અને ઓછી સામગ્રીમાંથી રેડી થતું બેસન ડુંગળીનું ચટપટૂ શાક, શાક તમે તમારી સ્વાદ પ્રમાણે ઘાટ્ટું કે પાતળું કરી શકો છો.