સાહિન મુલતાની-
સામગ્રી
- શેરડીનો રસ – અડઘો લીટર ( રસ ખુબ જ ચોખ્ખો હોવો જોઈએ, બરફ અને લીંબુ વગરનો પ્યોર અને સાફ વાસણમાં કાઢેલો હોવો જરુરી છે)
- રવો – 100 ગ્રામ
- ખસખસ- જરુર પ્રમાણે
- કાજુ – 10 થી 12 નંગ જીણા પતલા સમારેલા
દુધેરી બનાવવાની રીત – સૌ પ્રથમ એક મોટી જાડા તળીયા વાળી તપેલી લો, તેમાં શેરડીનો રસ લો, હવે ગેસ ઓન કરીને આ તપેલી ગેસ પર રાખીને ગેસની ફ્લેમ ઘીમી કરી દો, હવે શેરડીના રસને ઘીરે ઘીરે ઉકાળ્યા કરો, જેમ જેમ રસ ઉકળશે તેમ તેમ ઉપર કાળાશ આવશે તે કાળાશને મચડા વડે કાઢતા જાઓ, આજ રીતે સતત 10 મિનિટ સુધી કરતા રહો, હવે જ્યારે શેરડીના રસની કાળાશ નીકળી જાય એટલે તેમાં ધીરે ધીરે રવો ઉમેરતા જાવ અને ચમચા વડે ફેરવતા રહો, આમ કરતા વખતે ખાસ ધ્યાન રાખવું કે રવો નાખતી વખતે ગઠ્ઠા ન પડવા જોઈએ, હવે બધો જ રવો આ રીતે ઉમેરીને ગેસની ફ્લેમ ઘીમી રાખીને તવીથા વડે બધી બાજુ ફેરવતા રહો ,જ્યા સુધી રવો પાકી ન જાય અને શેરડીના રસમાં બરાબર ભળી ન જાય ત્યા સુધી આ પ્રોસેસ ચાલું રાખો
હવે જ્યારે તમને લાગે કે રવો પાકી ગયો છે અને રસ તથા રવો એકબીજામાં ભળીને ઘાટ્ટ થઈ ગયા છે તો તેને એક મોટી ડિશમાં પાથરીલો (જેમ આપણે કોઈપણ પાક બનાવીને પાથરતા હોઈએ તે રીતે), હવે આ ડિશમાં ખસખસ અને કાજુથી ગાર્નિશ કરીને ડીશને ફ્રીજમાં ઓછામાં ઓછા 2 કલાક સુધી રહેવાદો…તૈયાર છે તમારી શેરડીના રસમાંથી બનતી ખાસ સ્વિટ ડીશ દુઘેરી—–
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લામાં આ સ્વિટ ડિશનું પ્રમાણ વધુ જોવા મળે છે, શિયાળો આવતાની સાથે શિયાળું પાકમાં આ પણ અનેક જગ્યાઓ પણ મળતી હોય છે,લોકો ઘરે બનાવવાનું વધુ પસંદ કરે છે, તો તમે પણ તમારા જ કિચનમાં આજે જ આ વાનગી ટ્રાય કરો, ખુબજ હેલ્ધી સ્વિટ ડીશ છે,કદાચ આ પહેલા તમે ક્યારેય ખાધી પણ ન હોય.