Site icon Revoi.in

કિટન ટિપ્સઃ- સ્વાદિષ્ટ પાતરાના ભજીયા બનાવા છે તો જોઈલો આ પરફએક્ટ રીત

Social Share

 

સામગ્રી

પત્તરવેલીના પાનને પાણી વડે બરાબર ઘોઈલો. ત્યાર બાદ તેની રગ કાઢીલો, અને તેને કોટનના કપડા વડે કોરા કરીને હવામાં થોડી વખત સુકવી દો.

પાતરાનો મસાલો બનાવાની રીત

સૌ પ્રથમ એક મોટા વાસણમાં બેસન લઈલો , હવે આ બેસનમાં ગોળ આમલીનું પાણી એડ કરીને તેને બરાબર ચમચા વડે હલાવતા રહેવું, બેસનના ગાંગડા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું અને જો પાણી ઓછું લાગે તો તમારી રીતે સાદુ પાણી ઉમેરી શકો છો.

હવે આ બેસનના મસાલામાં તલ,જીરુ,અજમો, લીલાધણા, સુકા ધાણા, વરીયાળી,હરદળ, મીઠૂં, લાલ મરચું, આદુ-લસણ અને મરચાની પેસ્ટ, ગરમ મસાલો, હિંગ અને ખાવાનો સોડા નાખીને બરાબર મિક્સ કરીલો, આ બેસનનો મસાલો ઘાટ્ટો તૈયાર કરવો જેથી કરીને પાતરા પર બરાબર લગાડી શકાય

હવે જ્યારે આ મસાલો તૈયાર થાય એટલે તપેલી પર ઢાંકણ ઢાંકીને 20 થી 25 મિનિટ સપધી રહેવા દો, આમ કરવાથી બેસનમાં બરાબર મસાલો મિક્સ થશે અને ગાઠા નહી પડે, હવે આ માસાલાને બરાબર ફરીથી મિક્સ કરો અને ગાઠા પડ્યા હોય તો તે મિક્સ કરવાથી છૂટા પડી જશે,,,,,આમ બેસનનું એક જાડુ ખીરુ તૈયાર થશે

પાતરા ભરવાની રીત

સૌ પ્રથમ ચાર પાતરા લો, તેમાંથી સૌથી મોટૂ પાતરું પહેલા લો, હવે  ડિશને ઊંધી કરીને તેના પર એક પાતરાને   ઊંધુ કરી દો, હવે આ પાતરા  પર બેસનનો મસાલો બરાબર ચોપડો, આખું પાતરું બેસનના મસાલાથી ભરાયેલું હોવું જોઈએ,

આજ રીતે બીજુ પાતરું તેના પર રાખો, અને  આજ રીતે મસાલો અપ્લાય કરો આ રીતે ચારે ચાર પાતરા પર મસાલો ભરીલો .

હવે ઉપરની સાઈડથી ઘીમે ઘીમે ફિટ રોલ વાળી લો,આજુ-બાજુનો નિકળી ગયેલો ભાગ પોકેટની જેમ અંદર તરફ વાળી લો…..આજ રિતે બાકીના બચેલા 8 નંગ પાતરામાંથી 4-4 પાતરાના બીજા બે રોલ તૈયાર કરીલો…..

પાતરા બાફવાની રીત– હવે ઢોકળીયામાં પહેલા પાણી બરાબર ગરમ થવા દો. પાણી ગરમ થયા બાદ જાળી વાળી પ્લેટ પર તેલ બરાબર લગાવી લો અને આ પ્લેટ પર પાતરાના રોલ મુકીને ઢાંકણ ઢાકીલો, હવે ગેસ પર તેને  20 થી 30 મિનિટ સુધી બાફી લો, તૈયાર છે પાતરાના રોલ.

પાતરાના ભજીયાને વઘારવાની રીત- હવે આ રોલને ગોળ-ગોળ કાપીને પાતરાના ભજીયા તૈયાર કરીલો,  હવે એક કઢાઈમાં તેલ થવા દો,તેલ થાય એટલે તેમાં રાય ફોડીલો, હવે તેમાં કાપેલા પાતરા નાખીને તલ અને લીલવા ધાણા નખઈ દો,તમારા ટેસ્ટ પ્રમાણે કડક કે નરમ તળીલો, ધ્યાન રાખો જો પાતરા ક્રિસ્પી કરાવ હોય તો વધુ તેલ નાંખવું અને નરમ કરવા હોય તો માત્ર 2 ચમચી તેલ નાખવાથી થઈ જશે.