કેરળમાં થતા ઓણમ વિશે ખબર છે? તો જાણો અને ફરવાનો પણ કરી લો પ્લાન
ભારતમાં પ્રવાસ માટે આવતા લોકોની સંખ્યા કરોડોમાં છે, ભારતીયો પણ ભારતમાં મોટી સંખ્યામાં ફરવાનો પ્લાન કરતા હોય છે અને કેટલાક સ્થળો પર તો પ્રવાસીઓની ભીડ તૂટી પડતી હોય છે. આવામાં એક જગ્યા છે કેરળ કે જે પ્રવાસીઓનું મનપસંદ સ્થળમાનું એક સ્થળ છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા ફરવા પણ આવે છે. આવામાં જો વાત કરવામાં આવે કેરળમાં થતા ઓણમની તો તેના વિશે પણ લોકોએ જાણવું જોઈએ અને જે જગ્યા પર આ યોજાય છે ત્યાં ફરવાનો પ્લાન પણ કરવો જોઈએ.
જાણકારી અનુસાર કેરળમાં આવેલા તિરુવનંતપુરમમાં ઓણમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન શહેરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે. અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ઓણમના દિવસે તમે અહીં બોટિંગનો આનંદ માણી શકશો.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે અરનમુલાની તો અરનમુલા સ્નેક બોટ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. અહીં બોટ વચ્ચે રેસ ચાલે છે. આ રેસમાં 50થી વધુ બોટ ભાગ લે છે. આ નજારો જોવા જેવો છે. આ ઉપરાંત અહીં અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
કેરળમાં આવેલું ત્રિશૂર પણ પ્રવાસીઓની પસંદ હોય છે અને જો તેની વાત કરવામાં આવે તો દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેવા આવે છે. ઓણમના અવસર પર તમે અહીં વાઘનો નૃત્ય જોઈ શકશો. આ સિવાય તમે અહીં પુલી-કાલી ડાન્સનો આનંદ પણ લઈ શકાય છે.