આ વખતે શિવરાત્રીના શૂભ મુહૂર્ત અને મહત્વ વિશે જાણી લો
ફાગણ મહિનામાં મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023, શનિવારે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનું મિલન થયુ હતુ. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. શિવરાત્રીના દિવસે જ ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા.
દર મહિને આવતી શિવરાત્રી ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે. દર મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી પર માસિક શિવરાત્રી આવે છે. એક વર્ષમાં કુલ 12 માસિક શિવરાત્રિ હોય છે. જેમાં ફાગણ માસની શિવરાત્રીને મહાશિવરાત્રી કહેવામાં આવે છે.
એવી માન્યતા છે કે આ દિવસે મહાદેવની વિધિવત પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. કષ્ચો દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના ઉપવાસ કરવાથી અખંડ સૌભાગ્ય મળે છે.