Site icon Revoi.in

જાણો Purple Tomato થી થતા ફાયદાઓ વિશે

Social Share

શાક માર્કેટમાં ઘણા શાકભાજી આવે છે.અને ટામેટા તો સો કોઈને પસંદ હોય છે.આપણે જાણીએ છીએ કે ટામેટા લાલ હોય છે.પણ અમે તમને પર્પલ રંગના ટામેટા વિશે જણાવીશું જે સાંભળીને નવાઈ લાગશે.જી હા.આવનારા સમયમાં પર્પલ રંગના ટામેટા આવશે.આ ટામેટા સ્વાસ્થ્યની દ્રષ્ટિ એ ખુબ જ ઉપયોગી છે. હાલમાં સોશિયલ મીડિયા પર તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

હાલમાં પર્પલ રંગના ટામેટા વેચવાની અમેરિકાના કૃષિ વિભાગ દ્વારા અનુમતિ આપી દેવામાં આવી છે.લગભગ આવતા વર્ષથી અમેરિકાના શાકભાજી માર્કેટમાં તે વેચાવા લાગશે.વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ ટામેટા સ્વાસ્થ્યની સમસ્યાઓ દૂર કરશે.તેનાથી ગંભીર બિમારીઓ સામે લડવામાં પણ શક્તિ મળશે.

સામાન્ય રીતે લાલ ટામેટા જેવા જ પર્પલ ટામેટા છે. તે સ્વાદ અને ગંધમાં ટામેટા જેવા જ છે. બસ તેનો રંગ જ ખાલી અલગ છે.તે લાલ ટામેટા કરતા વધારે ફાયદાકારક અને પૌષ્ટિક છે. આ ટામેટા જેનેટિકલી મોડિફાઈડ ટામેટા છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ ટામેટામાં સામાન્ય ટામેટા કરતા વધારે એન્ટીઓક્સીડેન્ટસ છે. જે કેન્સર સામે લડવાની ક્ષમતા વધારે છે.તે શરીરમાં દુખાવા અને સોજાને પણ ઓછું કરવામાં મદદ કરે છે.આ ટામેટા ડાયાબિટીસ નિયંત્રિત કરવામાં મદદ કરશે.

કૈથી માર્ટિન નામના વૈજ્ઞાનિક વર્ષ 2004થી આવા ટામેટા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈંગ્લેડના જોન ઈન્સ સેન્ટરમાં કૈથી માર્ટિન અને તેમના બીજા સાથી એવા ટામેટા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેમાં એન્થોસાયનિનની માત્રા વધારે હોય. આ એન્થોસાયનિન ઉચ્ચ પ્રકારનો એન્ટીઓક્સીડેન્ટ છે. આ એન્ટીઓક્સીડેન્ટ શરીર માટે ફાયદા કારક હોય છે. તે સામાન્ય રીતે બ્લૂબેરી અને બ્લેકબેરીમાં જોવા મળે છે. કૈથી અને તેમની ટીમ દ્વારા સ્નેપડ્રેગન ફૂલના બે જીન્સ ટામેટામાં ઉમેરયા. જેનાથી આ ટામેટામાં એન્થોસાયનિ આવ્યા. આ ટામેટા ખેતી દ્વારા ઉગાડી શકાશે. સામાન્ય ટામેટા 3-4 દિવસમાં ખરાબ થઈ જાય છે, પણ આ પર્પલ ટામેટા 6-8 દિવસ સુધી સારા જ રહેશે. વર્ષોની મહેનત પછી આ ટામેટાની શોધ થઈ છે. આવતા વર્ષે તે માર્કેટમાં વેચાવા લાગશે.