આપણી ભારતની સંસ્કૃતિ પ્રમાણે ગણેશજીની દરેક શુભકાર્ય કરતા પહેલસા પૂજદા કરવામાં આવે છે. ભગવાન ગણેશને બાપ્પા, સિદ્ધિ વિનાયક, મંગલમૂર્તિ અને બીજા ઘણા રૂપે પૂજવામાં આવે છે. ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં સિદ્ધિ વિનાયકનું પ્રસિદ્ધ મંદિર છે. આમાંથી ઘણા મંદિરો એવા છે, જે હજારો વર્ષ જૂના છે.
જો કે માત્ર ભારતમાં જ નહી ગણેશજીના ભક્તો તો વિદેશમાં પણ વસેલા છે.જેથી બાપ્પાનું મંદિર ભારત સિવાય વિદેશોમાં પણ છે. વિદેશમાં આવેલા મંદિરોમાં દરરોજ ગણેશજીની આરતી અને પૂજા કરવામાં આવે છે. 31 તારીખે ગણેશચતૂર્થી આવી રહી છે તો ચાલવો જાણીએ વિદેશમાં ક્યા ક્યા તેમના મંદિરો આવ્યા છે જ્યા દરરોજ તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.
ગણેશજીના ઘણા મંદિરો નેપાળમાં આવેલા છે,નેપાળના ઘણા લોકો ભગવાન ગણેશને માને છે.નેપાળ અશોક વિનાયક મંદિર, કાઠમંડુ ચંદ્ર વિનાયક મંદિર, કાઠમંડુ જલ વિનાયક મંદિર, ચોબર કર્ણ વિનાયક મંદિર, બુંગામતી સિદ્ધ ગણેશ મંદિર, જનકપુર ગીરજા ગણેશ મંદિર, ફુલહરા વિજય ગણપતિ મંદિર, ગોરખા સૂર્ય વિનાયક મંદિર, ભકતપુર માં આવેલું છે.
જો વિશઅવની મહાસત્તા ગણઆતા દેશ અમેરિકાની વાત કરીએ તો અહી પણ ગણેશના ભક્તો વસે છે, અમેરિકામાં અમેરિકા ગુજરાત સમાજ હિન્દુ મંદિર, ફ્લોરિડા મહા ગણપતિ મંદિર, ફોનિક્સ, એરિઝોના શ્રી ગણેશ મંદિર, સોલ્ટલેક સિટી, ઉટાહ શ્રી ગણેશ મંદિર, સિએટલ શ્રી ગણેશ મંદિર, અલાસ્કા શ્રી ગણેશ મંદિર, ઉત્તર ટેક્સાસ વૈદિકા વિદ્યા ગણપતિ મંદિર, સેન્ટ જોસ, કેલિફોર્નિયામાં આવેલું છે.