કારણ કે પનીર ઉત્પાદનમાં સર્બિયા સૌથી આગળ છે. આ પનીરએટલી મોંઘી છે કારણ કે તે ગાયના દૂધમાંથી નહીં પરંતુ ગધેડીના દૂધમાંથી બનાવવામાં આવે છે. તે ખાવામાં પણ એટલું જ સ્વાદિષ્ટ હોય છે.
ગધેડીનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે શરીર માટે જરૂરી છે. પ્રોટીન શરીરને કોઈપણ રોગ સામે લડવાની શક્તિ પણ આપે છે અને હાડકા પણ મજબૂત બને છે.આ સાથે જ આ ગઘેડીનુિં દૂધ હજારો રુપિયે લીટર હોય છે જેથી તેના પનીરનો ભાવ 70 થી 80 હજાર રુપિયે કિલો હોય છે.
ભારતના લોકો આ પનીરને પસંદ કરે છે અને ખાસ કરીને જેઓ શાકાહારી છે, તેઓને પનીર વધુ ગમે છે. કોઈપણ તહેવાર પનીર વગર અધૂરો છે. આવી સ્થિતિમાં આ પનીર વિશે સાંભળીને તમારા મનમાં આ સવાલ ઉઠતો જ હશે કે તેમાં શું ખાસ છે. એક રિપોર્ટ અનુસાર, 25 લિટર દૂધમાંથી એક કિલો પનીર બનાવવામાં આવે છે. તેથી જ તે ખૂબ મોંઘું અને અલગ છે, તે જોવામાં ખૂબ જ ક્રીમી અને સ્વાદિષ્ટ પણ છે.