જાણો રેડ વૂમેનના નામથી જાણીતી આ દેશની મહિલાઓ વિશે ,જે માત્ર વર્ષમાં એક જ વખત કરે છે સ્નાન
- આ જાતિની મહિલાઓ ઓળખાય છે રેડવુમન તરીકે
- વર્ષમાં માત્ર લગ્નના દિવસે કરે છે સ્નાન
- બાકીના દિવસોમાં સુગંઘિત ઔષઘીનો ઘુમાડો લે છે
વિશ્વ અવનવી અજાયબીઓથી ભરેલું છે, અવનવી વિવિધતાઓથી ભરેલું છે , કેટલીક એવી વાતો છે જેને માનવી મુશ્કેલ છે પણ તે ખરેખર સત્ય છે. કેટલીકવાર ઘણી વસ્તુઓ પર વિશ્વાસ કરી શકાતો નથી. આ ભિન્નતા માત્ર પ્રાણીઓ અને વનસ્પતિઓમાં જ નહીં, પણ વિવિધ સંસ્કૃતિઓમાં પણ જોવા મળે છે. આદિવાસી જનજાતિ હિમ્બા આવી વિવિધ સંસ્કૃતિ અને રિવાજો સાથે જોડાયેલી છે.જેના વિશે જાણીને તમને ખૂબ જ નવાઈ લાગશે
હિમ્બા નામીબિયાની એક આદિજાતિ છે. આ એક ખૂબ જ સુંદર દેશ છે જે આફ્રિકાના દક્ષિણ ભાગમાં આવેલો છે., તળાવો ,લીલાં મેદાનો અને ગાઢ જંગલમાં આવેલો દેશ છે. આ બધા સિવાય આદિવાસી જાતિ હિમ્બા પણ તેના જીવન માટે પ્રખ્યાત છે.
હિમ્બા જનજાતિ સાથે સંબંધિત ઘણી વસ્તુઓ વિશ્વ માટે અનન્ય અને અલગ હોઈ શકે છે. તેમાંથી સૌથી મહત્વની વાત એ છે કે આ જાતિની મહિલાઓ જીવનમાં માત્ર એક જ વાર સ્નાન કરે છે. આ દિવસ તેમના લગ્નનો દિવસ છે.તેઓ માત્ર લગ્નના દિવસે ન્હાય છે.
અહીં એક પરંપરા છે જેના આધારે મહિલાઓ તેમના લગ્નના દિવસે જ સ્નાન કરે છે. આ સિવાય તે આખી જિંદગી સ્નાન કરતી નથી. જો કે હવે તમને પણ સવાલ થશે તો આવી નહિલાઓ આખી જીન્દગી ગંદકીમાં જીવે છે ,તો જવાબ છે નહી ,કારણ કે આ મહિલાઓ દરરોજ સ્નાન નથી કરતી પરતું કેટલીક જડીબુટ્ટીઓ અને એક ખાસ પ્રકારનું લોશન વાપરે છે જેમાંથી તે જીવાણુમુક્ત રહે છે.અને સ્વસ્થ રહે છે.
કહેવાય છે કે હિમ્બા જનજાતિની મહિલાઓ ખાસ ઔષધિઓને પાણીમાં ઉકાળીને તેના ધુમાડાથી પોતાના શરીરને ફ્રેશ રાખે છે જેથી તેમની બોડીમાંથી દુર્ગંધ ન આવે અને કોઈપણ પ્રકારના જીવજંતુઓ પણ તેમના શરીર પર અસર ન કરે.
આ મહિલાઓને રેડ વુમન તરીકે પણ ઓળખવામાં આવે છે.આ મહિલાઓ સૂર્યથી પોતાને બચાવવા માટે અલગ પ્રકારના લોશનનો ઉપયોગ કરે છે. હેમેટાઈટ નામનું ખનિજ છે. આ મહિલાઓ તેને ધૂળ અને પ્રાણીની ચરબીમાંથી તૈયાર કરાયેલ લોશન તેમના ચહેરા પર લગાવે છે. આ કારણે તેમની ત્વચાનો રંગ લાલ થઈ જાય છે. આ જ કારણ છે કે તેને રેડ વુમન પણ કહેવામાં આવે છે.