જાણો કાશ્મીરના આ વિસ્તાર વિશે જ્યાં74મા પ્રજાસત્તાક દિવસ પર 33 વર્ષ બાદ તિરંગો લહેરાયો
- કાશ્મીરના લોલો ચોકમાં 33 વર્ષ બાદ તિરંગો લહેરાયો
- આતંકીઓના કહેરથી હવે આઝાદ થઈ રહ્યું છે કાશ્મીર
જમ્મુ કાશ્મીર કે જ્યા સતત આતંકીઓ પોતાની નજર રાખીને બેટા હોય છે તેઓ પોતાની નાપાક હરકતને અંજામ આપીને અહીની શઆંતિ ભંગ કરે છે જો કે મોદી સરકારના કલમ 370 અસરહીન કર્યાના નિર્ણય બાદ હવે અહીની સ્થિતિ બદલતી જોવા મળી છે.,પ્રવાસીઓ હવે મોટા પ્રમાણમાં કાશ્મીરની મુલાકાત લેતા થયા છે તો સાથે જ 33 વર્ષ બાદ કાશ્મીરના લાલ ચોકમાં તિરંગો લહેરાવામાં આવ્યો છે.
દેશ એક તરફ આઝાડીના 75 વર્ષનો ઇમૃત મહત્વ મનાવી રહ્યો છે ત્યારે 74મા ગણતંત્રના પર્વ પર કાશ્મીરમાં 33 વર્ષ બાદ તિરંગો લહેરાવામાં આવ્યો છે આ તમામ બાબદ કેન્દ્રની સરકાર થકી જ શક્ય બની છે.શ્રીનગરના લાલ ચોક ખાતેના ક્લોક ટાવરની સ્થિતિ. 1990 પછી બીજી વખત ગુરુવારે લાલ ચોકના ક્લોક ટાવર પર ત્રિરંગો ફરકાવ્યો હતો. આ પહેલા 2022માં લાલ ચોક પર તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટના પ્રદેશ મહાસચિવ અશોક કૌલના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ લાલ ચોકના ક્લોક ટાવર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. સમારંભનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા, પરંતુ શહેરમાં વાતાવરણ દેખીતી રીતે શાંત હતું. આ વખતે મોબાઈલ ઉપકરણો પર ઈન્ટરનેટ સ્થગિત કરવામાં આવ્યું ન હતું, જે 2005ના આઈઈડી બ્લાસ્ટ પછી સુરક્ષા વ્યવસ્થાનો મહત્વનો ભાગ હતો.
દેશના 74મા ગણતંત્ર દિવસ નિમિત્તે ઐતિહાસિક લાલ ચોક સિટી સેન્ટરથી 100 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે માર્ચ કાઢવામાં આવી હતી. વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવતા કેટલાક લોકોએ શેર-એ-કાશ્મીર પાર્કથી લાલ ચોક ખાતેના આઇકોનિક ક્લોક ટાવર સુધી કૂચ કરી હતી. શાંતિપૂર્ણ રીતે નીકળેલી રેલી માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આ સહીત અનંતનાગ અને કુલગામ જિલ્લામાં ગણતંત્ર દિવસની પરેડ અદભૂત હતી કારણ કે હિમવર્ષા વચ્ચે પરેડ યોજાઈ હતી. હિમવર્ષાને કારણે બંને જગ્યાએ પરેડ ગ્રાઉન્ડ સફેદ થઈ ગયું હતું. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના પટ્ટન વિસ્તારમાં શાળાના બાળકોના જૂથે ગણતંત્ર દિવસના અવસર પર ‘તિરંગા’ રેલી યોજી હતી