દેશની રાજધાની દિલ્હીમાં ઘણા ફેમસ માર્કેટ આવેલા છે,ઘણી બઘી સસ્તુી વ્સતુઓ માટે ઘણા માર્કેટ જાણીતા છે પણ આજે એક એવા માર્કેટની વાત કરીશું જ્યા સ્વેટરથી લઈને કપડા કે અનેક વસ્તુઓ નજીવી કિમંતે મળે છે.આ માર્કેટ જે સૂર્યોદય પહેલા શરૂ થઈ જાય છે. આ જ કારણ છે કે આ બજારને નાઇટ માર્કેટ પણ કહેવામાં આવે છે.
આ માર્કેટની ખાસ વાત એ છે કે અહીં આવશ્યક ચીજવસ્તુઓ ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ છે. આ કિંમત એટલી ઓછી છે કે અહીં તમે 50 રૂપિયા લઈને કપડાની થેલી ખરીદી શકો છો. એક એવા માર્કેટ વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં તમને 10-10 અને 20-20 રૂપિયામાં કપડાં મળશે.
આ રાત્રિ બજાર પશ્ચિમ દિલ્હીના રઘુવીર નગરમાં આવેલું છે. જેને ઘોડા મંડી માર્કેટ પણ કહેવામાં આવે છે. લોકો સવાર પડતા પહેલા અહીં ખરીદી કરવા પહોંચી જાય છે. જ્યારે તમે સૂતા હોવ ત્યારે આ બજારના દુકાનદારો તેમની દુકાનો સજાવી રહ્યા હો. છે.
સવારના સમયે અહીં ગ્રાહકોની ભીડ જોવા મળે છે. અહીં મોટાભાગના લોકો કપડાં ખરીદવા આવે છે. અહીં તમને કાપડની બનેલી તમામ વસ્તુઓ મળશે. આ ઉપરાંત દેશભરમાંથી અનેક દુકાનદારો અહીં હોલસેલ ભાવે ખરીદી કરવા આવે છે.
આ માર્કેટમાં તમને ખૂબ જ સસ્તા ભાવે કપડાં મળશે. અહીં તમને 10 રૂપિયામાં પેન્ટ, 20 રૂપિયામાં સ્વેટર, 20 રૂપિયામાં સાડી, 60 રૂપિયામાં લહેંગા, 120 રૂપિયામાં કોટ અને 1 થી 5 રૂપિયામાં ટી-શર્ટ મળશે. અહીં તમને સેકન્ડ હેન્ડ કપડાં પણ મળશે. જો તમે પહેલીવાર સેકન્ડ હેન્ડ કપડા વિશે સાંભળી રહ્યા છો, તો અમે તમને જણાવી દઈએ કે તમારી જગ્યાએથી કપડાના ફેરિયાઓ અથવા જે લોકો વાસણો માટે કપડાંની અદલાબદલી કરે છે, તેઓ આવા દુકાનદારોને આ કપડાં વેચે છે.