Site icon Revoi.in

જાણો આ પંજાબના દિલદાર માલિક  વિશે, જેણે પોતાની કરોડોની મિલકત પોતાના નોકરોને નામ કરી દીધી

Social Share

અનેક ધરો કે ઓફીસમાં કામદારો એટકે નોકર તરીકે લોકો સેવા આપતા હોય છે જો કે નોકર અને માલિકનો સંબંધ નોકર માલિક જેવો જ હોય તેવું જરુરી નથી, માલિક નોકરને અનગદ પ્રેમ પણ કરી શકે છે તો પોતાની મિલકત પણ આપી શકે છે આવું જ કઈ ક બન્યું છે પંજાબમાં,જેમાં માલિકે નોકરને નોકર નહી પણ પરિવાર માનીને પોતાની મિલકત સોપી દીધી છે.

આ વાત છે આ વાત છે પંજાબના રહેવાસી શ્રી મુક્તસર સાહિબના બામ ગામના રહેવાસી 87 વર્ષીય બલજીત સિંહ માનેની જેઓએ પોતાની  30 એકર જમીન, હવેલી અને તમામ વાહનો અહીં કામ કરતા નોકરોને આપી દીધા છે.વાત એમ છે કે તેઓને કોી સંતાન છે નહી અને આ નોકરો ઘણા સમયથી તેમની સાથે રહી તેમના ઘરના કામકાજ અને સેવા કરતા હતા જેને લઈને તેમણે આ નિર્મય લીધો છે.

બલજીત સિંહ માને પોતાની પ્રોપર્ટી પોતાના નોકરોના નામે કરી છે, ત્યારથી સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર તેની ચર્ચાઓ થઈ રહી છે. બલજીત સિંહનું કહેવું છે કે વર્ષ 2011માં તેમની પત્નીના મૃત્યુ બાદ તેઓ એકલા પડી ગયા હતા. ત્યારો કોઈ તેમની પડખે આવ્યું ન હતું. જ્યારે પત્ની હયાત હતા ત્યારે લોકો મારી નિલકત પચાવવાની કોશિષ કરતા રહ્યા પણ સફળ ન થયા.

આ દરેક સ્થિતિમાં મારા સેવકો  જ નારી સાથે રહ્યા અને મારી સેવા કરી  કેટલાક સેવકો હંમેશા તેમની સેવા કરતા. આ બધું જોતાં પત્ની જીવતી હતી ત્યારે બલજીત સિંહ અને તેની પત્નીએ નક્કી કર્યું હતું કે તેઓ કોઈપણ કિંમતે તેમની મિલકત તેમના સંબંધીઓને નહીં આપે.

બલજીત સિંહે જણાવ્યું કે ભટિંડા પેટ્રોલ પંપ પર કામ કરતા ઈકબાલ નામના કર્મચારીના નામે તેમની 19 એકર જમીન છે. અને અન્ય બે નોકરોના નામે 6 અને 4 એકર જમીન છે. સાથે જ આટલી સંપત્તિ મળ્યા બાદ નોકરો પણ ખુશ છે. એક નોકર ઈકબાલ સિંહે જણાવ્યું કે બલજીત સિંહે તેનું આલીશાન ઘર મને આપ્યું છે, જ્યારે તે પોતે ખેતરમાં બનેલા બે રૂમના મકાનમાં રહે છે.