- વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રીજ ભારતમાં
- જમ્મુ-કાશ્મીરની ચેનાબ નદી પર થયું છે આ બ્રીજનું નિર્માણ
શ્રીનગર – વિશ્વમાં આપણે અનેક અવનવી વસ્તુઓ જોઈ હશે,જેમાં ભારત અનેક ક્ષેત્રે ઘણઈ તરક્કી કરી રહ્યું છે, પહેલા વિશ્વની સૌથી મોટી પ્રતિમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ત્યાર બાદ વિશ્વનું સૌથી મોટૂ સ્ટેડિયમ અને હવે આપણે વાત કરીશું વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રીજની, જે બીજે ક્યાય નહી પરંતુ આપણા જ દેશમાં જમ્મુ-કાશ્મીરની ચેનાબ નદી પર બનીને તૈયાર છે,
આ બ્રીજનું નિર્માણ કાર્ય વર્ષ 2017માં હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે હવે અંદાજે 4 વર્ષ જેટલા સમયગાળા પછી તે બનીને તૈયાર થઈ ચૂક્યો છે,આ સૌથી ઊંચા રેલ્વે બ્રીજ અંગે માહિતી આપતા રેલ્વે મંત્રી પિયુષ ગોયલે તેને નિર્માણ ક્ષેત્રે એક મહત્વનો ભાગ ગણાવ્યો છે.
ચેનાબ નદી પર નિર્માણ પામેલા વિશ્વના સૌથી ઊંચા આ બ્રીજની જો લંબાઈની વાત કરીએ તો તેની લંબાઈ 476 મીટર છે તો તેની પહોળાઈ 359 મીટર છે.આ સમગ્ર બ્રીજનું નિર્માણકાર્ય સ્ટિલથી કરવામાં આવ્યું છે,આ બ્રીજને જોઈને જ આપણાને એક અલગ અનુભૂતિ થાય છે,