- અહી દુલ્હનને સફેદ વસ્ત્રમાં વિદાય અપાઈ છે
- આદિવાસી સમાજના લોકોની છે આ પરંપરા
- સફેદ રંગની શાંતિનું પ્રતિક માવનવમાં આવે છે
વિશ્વભરમાં અવનવી વાતો આપણે સાંભળી હોય છે દરેક દેશના જૂદા જૂદા નિતી નિયમો હોય છે,ત્યારે આજે વાત કરીશું એક એવા ગામની જ્યાં દુલ્હનની વિદાય વિધવાના કપડામાં થાય છે એટલે કે સફેદ કપડામાં દુલ્હનને સાસરીમાં વિદાઈ આપવામાં આવે છે
આપણા દેશ ભારતમાં લગ્નનું મહત્વ ઘણું છે. આજે એક વિચિત્ર રિવાજ વિશે વાત કરીશું . એક સમુદાય વિશે જેના લગ્નના રિવાઝ અજીબ હોય છે.આ સમુદાયમાં લગ્ન બાદ દુલ્હનની લાલ જોડી કાઢી નાખવામાં આવે છે. આ કામ કન્યાના માતા-પિતા પોતે કરે છે. કન્યાની વિદાય વિધવાના પહેરવેશમાં એટલે કે સફેદ કપડામાં કરવામાં આવે છે.
આ ગામ આવેલું છે મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં . આ ગામનું નામ ભીમડોંગરી છે જ્યાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. આ આદિવાસી સમુદાયમાં લગ્ન ખૂબ જ ધામધૂમથી થાય છે. ભારતીય લગ્નોની જેમ આ ગામમાં પણ લગ્નો થાય છે, પરંતુ લગ્ન કર્યા પછી અજીબોગરીબ રિવાજોનું પાલન કરવામાં આવે છે.
આ વિચિત્ર રિવાજમાં કન્યાને સફેદ કપડામાં વિદાય આપવાનો છે આ ગામમાં લગ્ન પછી વિદાય વખતે દુલ્હનને વિધવા જેવા સફેદ વસ્ત્રો પહેરાવવામાં આવે છે. અહીં કન્યા અને ગામના તમામ લોકો લગ્નમાં સફેદ વસ્ત્રો પહેરે છે.
હવે તમારા મનમાં સવાલ ઉઠ્યો હશે કે આવું શા માટે કરવામાં આવે છે. ખરેખરમાં આ રિવાજ પાછળ એક ખાસ કારણ છે. આ ગામના લોકો ગોંડી ધર્મનું પાલન કરે છે. આ લોકો સફેદ રંગને શાંતિનું પ્રતિક માને છે.
આ સિવાય આ રંગ પવિત્ર માનવામાં આવે છે જેમાં કોઈ ભેળસેળ નથી. તેથી લગ્નમાં સફેદ વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. અહીંના લોકો આદિવાસી રિવાજોથી અલગ નિયમનું પાલન કરે છે. આ ગામમાં દારૂ પર પ્રતિબંધ છે.
આ ગામમાં સલામત વસ્ત્રો પહેરવા ઉપરાંત ઘણા નિયમોનું પાલન કરવામાં આવે છે. લગ્નમાં લોકોનો આ ડ્રેસ જોઈને આશ્ચર્ય થાય છે. આ સમુદાયમાં, કન્યાના ઘરે તેમજ વરના ઘરે બન્ને જગ્યાએ ફેરા યોજવામાં આવે છે. ચાર ફેરા કન્યાના ઘરે અને બાકીના ત્રણ ફેરા વરના ઘરે થાય છે