- આજે છે વિશ્વ હિન્દી દિવસ
- 10 જાન્યુઆરીએ આ દિવસ મનાવાઈ છે
ભારતમાં હિન્દી દિવસ આમ તો 14 સપ્ચટેમ્બરમાં રોજ ઉજવવામાં આવે છએ જો કે વિશ્વ હિન્દી દિવસ વિશે વાત કરીએ તો તે વિશ્વભરમાં 10 જાન્યુઆરી એટલે કે આજરોજ ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે હિન્દીભાષી લોકો લગભગ તમામ દેશોમાં સ્થાયી છે. ભારત ભાષાઓ અને લિપિઓથી સમૃદ્ધ દેશ છે. અન્ય દેશોમાં સ્થાયી થયેલા ભારતીયોને ભારત સાથે જોડવા માટે ભાષા એક માધ્યમ તરીકે કામ કરે છે.
હિન્દીના મહત્વ વિશે લોકોને જાગૃત કરવા, અન્ય દેશોમાં સ્થાયી થયેલા હિન્દી ભાષીઓને એક કરવાના હેતુથી દર વર્ષે વૈશ્વિક સ્તરે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ વિશ્વમાં હિન્દી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે જાગૃત્તિ ફેલાવવાનો છે. પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે હિન્દી ભાષાની મહત્તા વધારવા માટે 2006માં દર વર્ષે 10 જાન્યુઆરીએ હિન્દી દિવસ મનાવવાની જાહેરાત કરી હતી.
વર્ષ 1975માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એ પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. 1975થી ભારત, મોરિશિયસ, યુનાઇટેડ કિંગડમ, ત્રિનિદાદ અને ટોબેગો, યુએસએ જેવા વિવિધ દેશોમાં વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ત્યારથી આ દિવસને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઓળખવામાં આવે છે.વિશ્વ હિન્દી દિવસની ઉજવણીનો હેતુ વિશ્વમાં હિન્દીને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે રજૂ કરવાનો છે. આ દિવસ નિમિતે દુનિયાભરમાં નિબંધ સ્પર્ધા સહિત વિવિધ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે.
વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેની શરૂઆત વર્ષ 2006માં થઈ હતી. ઉલ્લેખનીય છે કે, વિશ્વ હિન્દી દિવસ ઉપરાંત ભારત રાષ્ટ્રીય હિન્દી દિવસ પણ ઉજવે છે. રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરના ઉજવવામાં આવે છે.
પ્રથમ વખત નોર્વેમાં ઉજવાયો હતો આ દિવસ
વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે UPA સરકારમાં વર્ષ 2006માં વિશ્વ હિન્દી દિવસની જાહેરાત કરી હતી. વિશ્વ હિન્દી દિવસ વિશ્વભરમાં ભારતીય દૂતાવાસોમાં ઉજવવામાં આવે છે. નોર્વેમાં ભારતીય દૂતાવાસ દ્વારા પ્રથમ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે બાદમાં ઇન્ડિયન નોર્વે ઇન્ફોર્મેશન એન્ડ કલ્ચરલ ફોરમના નેજા હેઠળ લેખક સુરેશ ચંદ્ર શુક્લાની અધ્યક્ષતામાં બીજા અને ત્રીજા હિન્દી દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.