Shani Uday 2024 : જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના અસ્ત અને ઉદય થવાનું મોટું મહત્વ છે. માન્યતા છે કે ગ્રહોના ઉદિત અને અસ્ત થવાથી 12 રાશિઓ પણ પ્રભાવિત થાય છે. ફેબ્રુઆરીમાં ન્યાયના દેવતા શનિ 11 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં અસ્ત થઈ ચુક્યા છે. હવે 18 માર્ચે શનિદેવ કુંભ રાશિમાં ઉદિત થવા જઈ રહ્યા છે. તેનો સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ મેષથી લઈને મીન રાશિ પર પણ થશે. જ્યોતિષીય ગણનાઓ પ્રમાણે શનિના કુંભ રાશિમાં ઉદયતી કેટલીક રાશિઓને બમ્પર ફાયદો થશે, તો તેનાથી કેટલીક રાશિઓના જાતકોને જીવનમાં ઘણાં પડકારોનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. આવો જાણીએ શનિના ઉદયતી કઈ રાશિઓને રહેવું પડશે સાવધાન?
મિથુન રાશિ-
નકારાત્મક ઊર્જાથી મન અસરગ્રસ્ત થશે
ભાવનાઓનો ઉતાર-ચઢાવ થવાની શક્યતા છે
ખર્ચાઓ વધવાથી મન પરેશાન રહેશે
કાર્યસ્થાન પર પડકારો વધશે
ક્રોધ પર નિયંત્રણ જાળવજો
કન્યા રાશિ-
કોઈના પર આંખો બંધ કરીને ભરોસો કરશો નહીં
આ દરમિયાન શુભકાર્યોની શરૂઆત કરવાથી બચો
પરિવારજનોથી વૈચારિક મતભેદ થઈ શકે છે
લગ્નજીવનમાં નાની-મોટી મુશ્કેલીઓ રહેશે
સ્વાસ્થ્યને લઈને મન ચિંતિત રહેશે
વૃશ્ચિક રાશિ-
વેપારમાં અડચણનો સામનો કરવો પડશે
ધન હાનિના સંકેત છે
સંબંધોમાં મનમુટાવ વધી શકે છે
નોકરી- કારોબારમાં મુશ્કેલીઓ આવશે
ધન સાથે જોડાયેલા નિર્ણય ખૂબ સમજી-વિચારીને લેજો
મીન રાશિ-
અનિયોજીત ખર્ચ વધશે
ધન સાથે જોડાયેલી સમસ્યાઓ આવશે
ગૃહ કલેશ યોગ બનશે
માનસિક અશાંતિ રહેશે
અજ્ઞાત ભયને લઈને મન પરેશાન રહેશે
ડિસ્ક્લેમર : આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે એ દાવો કરી રહ્યા નથી કે તે સંપૂર્ણપણે સાચી અને ચોક્કસ છે. વિસ્તૃત અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો.