ભારતમાં ગાડી ચલાવવી એ મોટા પડકારથી કમ નથી. ડ્રાઇવિંગ કરતી વખતે વ્યક્તિએ પૂરી રીતે ધ્યાન કેન્દ્રિત કરવું પડે. ભારતના રસ્તાઓ આશ્ચર્ય જનક છે. ટ્રાફિકના નિયમો આપણી અને બીજાની સલામતી માટે બનાવવામાં આવ્યા છે. અમે તમને 5 મહત્વના ટ્રાફિક નિયમો વિશે જાણાવીશું. જેના વિશે તમને કદાચ ખબર ન હોય. તેથી દંડથી બચવા માટે, દરેક વ્યક્તિએ તેનુ પાલન કરવું જોઈએ.
ભારતમાં ડ્રાઇવિંગ કરતી વખતે ધૂમ્રપાન કરવાની મંજૂરી નથી. પહેલી વાર ગુના માટે 100 અને બીજા ગુના માટે 300 રૂપિયાનો દંડ થઈ શકે છે. તે સાર્વજનીક ઉપદ્રવ અને ખતરો માનવામાં આવે છે. ડ્રાઇવિંગ કરતી વખતે ધૂમ્રપાન કરવાથી તમારી પ્રતિક્રિયાનો સમય ઘટી જાય છે. ગાડીમાં બેસેલ લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે. તે પર્યાવરણ માટે પણ જોખમ પેદા કરે છે કારણ કે ઘણા લોકો તેમની સિગારેટ ગાડીમાંથી બાર ફેંકી દે છે.
હંમેશા વીમા સાથે ગાડી ચલાવવી જોઈએ. ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી વીમો તો હોવો જ જોઈએ. તે થોડા સમય પહેલા ભારતમાં ફરજિયાત બનાવવામાં આવ્યો હતો. કોઈ જાણતું નથી કે, રસ્તા પર શું થઈ શકે છે અને વીમા વિના મુસાફરી કરવાથી માત્ર તમારા માટે જ નહીં, પરંતુ બીજા રસ્તા ઉપયોગ કર્તા માટે પણ જોખમ ઊભું થાય છે. કોઈપણ મુશ્કેલીથી બચવા માટે તમારા બધા કાગળોને સરખી રીતે ક્રમમાં રાખવા અને અપડેટ કરવાનું વધુ સારું છે.