- મોટા ભાગના લોકોને આના વિશે જાણ હશે નહી
- લસણ ખાવાના છે અનેક ફાયદા
- અને કાળું લસણ તો છે અમૃત સમાન
સફેદ લસણ વિશે તો તમામ લોકોને જાણ હશે, તેનાથી થતા ફાયદા વિશે પણ મોટા ભાગના લોકોને ખબર હશે કે લસણ ખાવાથી હ્યદયની બીમારીને ટાળી શકાય છે અને આ ઉપરાંત તેના કેટલાક અન્ય ફાયદાઓ પણ છે. તો શું તમને કાળા લસણ વિશે ખબર છે? કાળા લસણના પણ છે અનેક ફાયદા.
કાળા લસણમાં (Black Garlic) હાઈ બ્લડ પ્રેશર સામે લડવાની ક્ષમતા હોય છે. તે પ્રોટીન અને બી વિટામિન્સથી પણ ભરપૂર છે. પરંતુ આ સિવાય, તે કોલેસ્ટ્રોલ, ટાઇપ 2 ડાયાબિટીસ, થાક અને તણાવના જોખમને ઘટાડવા માટે સુપરફૂડ તરીકે કામ કરે છે. બીજી બાજુ, તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. તે પાચનને પ્રોત્સાહન આપે છે, ઊર્જા પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. કાળા લસણમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. આ સિવાય તેમાં વિટામિન સી હોય છે. તે વાયરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.
જો વાત કરવામાં આવે કાળા લસણના ગુણ વિશેની તો કાળું લસણ એમિનો એસિડ પ્રદાન કરે છે. તેમાં આર્જીનાઇન અને ટ્રિપ્ટોફનનો સમાવેશ થાય છે. એમિનો એસિડ એક આવશ્યક તત્વ છે. શરીર પોતે તેને બનાવતું નથી. તેથી ખોરાક દ્વારા તેનો સમાવેશ કરવો જરૂરી છે. આ જ કારણ છે કે તેને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે. તે હૃદયની બીમારીઓને રોકવામાં મદદ કરે છે. તે ધમનીઓની સ્થિતિ સુધારવામાં મદદ કરે છે, કારણ કે તે લોહીમાં ટ્રાઇગ્લિસરાઇડ્સ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. કાળા લસણની બીજી ગુણવત્તા એ છે કે તે પ્રોટીન અને કોલેજનનો સ્ત્રોત છે. ત્વચાના સ્વાસ્થ્ય માટે કોલેજન મહત્વપૂર્ણ છે. પ્રોટીન સાંધા અને હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.