ચાર્લ્સ શોભરાજને જેલમાંથી મુક્તિ બાદ કેવી રીતે ગણતરીના કલાકોમાં ફ્રાન્સ મોકલાયો, જાણો..
નવી દિલ્હીઃ દુનિયાનો ખતરનાક સિરીયલ કિલર ચાર્લ્સ શોભરાજ હવે જેલમાંથી આઝાદ થયો છે અને ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યો છે, તેમજ પોતાના દેશમાં પહોંચ્યો છે. નેપાળની સુપ્રીમ કોર્ટે ચાર્લ્સને સજા પુરી થાય તે પહેલા જેલમાંથી મુક્તિનો આદેશ કર્યો હતો. વઘતી ઉંમર, ખરાબ તબીયત અને જેલમાં સારા વર્તનને જોઈને તેને મુક્ત કરવાનો આદેશ કરાયો હતો. જેમાંથી મુક્ત થયાના કલાકોમાં જ તેને ડિપોર્ટ કરવામાં આવ્યો છે. આ માટે નેપાળ અને ફ્રાન્સના અધિકારીઓએ તાબડતોબ કામગીરી પૂર્ણ કરી હતી.
19 વર્ષના જેલવાસ બાદ સિરીયલ કિલર્સ શોભરાજને શુક્રવારે બપોરના નેપાળના કાઠમાંડુની જેલમાંથી આઝાદ કરવામાં આવ્યો હતો અને સાંજ પડતા સુધીમાં તેને ફ્રાન્સની રાજધાની પેરિસ જવા રવાના કરી દેવામાં આવ્યો હતો. નેપાળ સરકાર વધારે સમય તેને પોતાના દેશની જમીન રહેવા માંગતી ન હતી. એટલે જે કામ 15 દિવસમાં કરવાનું હતું કે, નેપાળ અને ફ્રાન્સના અધિકારીઓએ મળીને ગણતરીના કલાકોમાં પૂર્ણ કરી દીધું હતું.
નેપાળના ગૃહ વિભાગે શોભરાજને ડિપોર્ટ કરવા માટે શુક્રવારે તાત્કાલિક મીટીંગ બોલાવી હતી. જે વાત ફ્રાન્સ દૂતાવાસ સાથે વાતચીત કરીને દૂતાવાસે તેના ટ્રાવેલ દસ્તાવેજ રેડી કર્યા હતા, તેના માટે માત્ર વિઝા જ નહીં પરંતુ ટીકીટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને આમ 19 વર્ષ જેલમાં રહેલા શોભરાજને જેલવાસમાંથી મુક્તિ મળી હતી.
ચાર્લ્સની જીંદગીની જેમ તેની આઝાદી પણ ઉતાર-ચડાવ વાળી રહી હતી, પહેલા કહેવામાં આવ્યું કે, ઈમીગ્રેશન પાસે તેને રાખવાની જગ્યા નથી અને વિઝા પાસપોર્ટ જેવી તમામ પ્રક્રિયા પુરી કર્યા બાદ ફ્રાન્સ ડિપોર્ટ કરવામાં કેટલો સમય લાગે તેમ હતો. જો કે, તંત્રએ તાત્કાલિક કામગીરી પૂર્ણ કરીને તેને ગણતરીના કલાકો બાદ નેપાળની ધરતી છોડી દીધી હતી. હવે શોભરાજના નેપાળ ઉપર પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. શોભરાજ પાસે અનેક દેશના પાસપોર્ટ મળ્યા હતા. જે બાદ તેના અસર પાસપોર્ટની તપાસ કરાઈ હતી અને ફ્રાંસ દૂતાવાસે વિઝા આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ઈમીગ્રેશનમાં તેની બાયોમેટ્રીક ઓળખ કરવામાં આવી હતી.