ભાગ્ય જ કોઈ વ્યક્તિ એવુ હશે કે જેને પસંદ નહીં હોય, આમ તો મોટાભાગના લોકોને આ પસંદ છે પણ ડ્રાયફ્રૂટને લઈને જો મહત્વની વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ અથવા સેવન કરવું જોઈએ, જો વધારે પ્રમાણમાં ડ્રાયફ્રૂટનું સેવન કરવામાં આવે તો પણ તે સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે.
તો હવે જો વાત કરીએ અંજીરની તો અંજીર આપણને અનેક રોગોથી પણ બચાવે છે. ઘણા અહેવાલોમાં તે બહાર આવ્યું છે કે તે કેન્સરનું જોખમ પણ ઘટાડે છે. અંજીર એક ડ્રાય ફ્રુટ છે, જે વિટામિન A, C, E, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર અને પોટેશિયમ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર છે.
નિષ્ણાતોના મતે ઉનાળામાં અંજીરને પાણી અથવા દૂધમાં પલાળીને ખાવું જોઈએ. જાણો દિવસમાં કેટલી અંજીર ખાવી જોઈએ અને જો આમ કરવામાં આવે તો હાઈ બીપી, પેટની સમસ્યા, સ્થૂળતા, ઊંઘની સમસ્યા, ઓછી ઉર્જા જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
આ ઉપરાંત ઉંમરમાં વ્યક્તિ હાઈ કે લો બ્લડ પ્રેશરનો શિકાર બને છે. જો તમને પણ આવી સમસ્યા હોય તો તમારે નિયમિતપણે અંજીરના દૂધનું સેવન કરવું જોઈએ. થોડા જ દિવસોમાં તમને ફરક લાગવા લાગશે.
લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી. જો શરીરમાં કોઈ પણ સમસ્યા સર્જાય તો ડોક્ટરને જાણ કરવી જરૂરી છે.